ક્રિસ ગેઈલ આ હોટ બોલીવુડ એક્ટ્રેસ સાથે વેકેશન મનાવવા પહોંચ્યો ગોવા, જાણો વિગત
ગેઇલ અને મિનીષા લાંબા ડેલ્ટિન પોકલ ટુનામેન્ટમાં ભાગ લેવાના છે. જ્યાં ગેઇલ મિનીષા લાંબાની સામે ઉતરશે. નોંધનીય છે કે 2005માં આવેલી ફિલ્મ યહાંથી મિનીષા લાંબાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. જોકે, તેને ખાસ સફળતા મળી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોવામાં ક્રિસ ગેઇલ ખૂબ એન્જોય કરી રહ્યો છે. તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કેટલાક લોકો સાથે ગંગનમ સ્ટાઇલ સાથે ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે આઇપીએલની 11મી સીઝનમાં ચાર મેચમાં ગેઇલે 161.53ની સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવી ચૂક્યો છે. જેમાં તેણે 23 સિક્સ ફટકારી છે.
વાસ્તવમાં કિંગ્સ ઇલેવન પંજાબની આગામી મેચ 4 મેના રોજ છે. જેને કારણે ખેલાડીઓ આ બ્રેકમાં ચિલ કરી રહ્યા છે. ક્રિસ ગેઇલ ગોવા પહોંચ્યો છે અને તે મિનીષા લાંબા સાથે ટક્કર લેવાની તૈયારી કરી રહ્યો છે.
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનર ક્રિસ ગેઇલ ધૂમ મચાવી રહ્યો છે. ક્રિસ ગેઇલ ટુનામેન્ટમાં બે અડધી સદી અને હૈદરાબાદ વિરુદ્ધ સદી ફટકારી ચૂક્યો છે. જોકે, હાલમાં ગેઇલ ટુનામેન્ટ છોડીને ગોવા જતો રહ્યો છે અને ત્યાં બોલિવૂડ એક્ટ્રેસ મિનીષા લાંબા સાથે વેકેશન માણી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -