મુંબઈ પોલીસની બાઈક પર ક્રિસ ગેઈલ, તસવીર થઈ વાયરલ
ક્રિસ ગેઈલની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગેઈલ ભારત પ્રવાસ પર આવેલ વેસ્ટઇન્ડિઝ ટીમનો ભાગ નથી પરંતુ હાલમાં તે ભારતમાં અંગત કામથી આવ્યો છે. આ દરમિયાન તેણે પોલીસકર્મીની બાઈક બેસી તસવીર પડાવી હતી. પોતાની આ તસવીર શેર કરતા ગેઈલે આઇ લવ ઇન્ડિયા અને મુંબઇ મેરી જાન અને ઓફિસર ગેલ જેવા હૈશટેગ પણ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: વેસ્ટઇન્ડિઝનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલ પોતાની તોફાની બેટિંગના કારણે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ક્રિસ ગેઈલ પોતાના ફેન્સને પણ હંમેશા હસાવતો જવા મળે છે. સોશિયલ મીડિયા પર ક્રિસ ગેઈલ ખૂબ જ એક્ટિવ છે. ગેઈલના વીડિયો અને તસવીરો ઘણી વખત વાયરલ થયા હોય છે.
વેસ્ટઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ગેઈલ મુંબઇ પોલીસની બાઇક પર બેસેલો જોવા મળે છે. ગેઈલની આ તસવીરમાં કેટલાક પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. જેમા તેઓ ક્રિસની પાછળ ઉભેલા હસતા જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -