માનચેસ્ટરઃ વેસ્ટઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલે વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાના નિવેદનથી ફેરવી તોળ્યું છે. વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝનો આવતીકાલે ભારત સામે મુકાબલો છે તે પહેલા ગેઈલે કહ્યું, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત સામે રમનારી ઘરેલુ વનડે અને ટેસ્ટ સીરિઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈશ. ગેઈલે ગત મહિને કહ્યું હતું કે વર્લ્ડકપ બાદ તે નિવૃત્તિ લઈ લેશે.


ગેઈલે કહ્યું, હજુ ખતમ થયું નથી. મારે હજુ કેટલીક મેચો રમવી છે. કદાચ એક સીરિઝ રમી શકુ છું. કોણ જાણે ક્યારે શું થાય. મારી યોજના વર્લ્ડકપ પછીની હતી. હું ભારત સામે એક ટેસ્ટ મેચ પણ રમી શકું છું અને નિશ્ચિત રીતે ભારત સામે વન ડે પણ રમીશ. હું ટી20 નહીં રમું. વર્લ્ડકપ પછી મારી આ યોજના છે.

વેસ્ટ ઈન્ડિઝના મીડિયા મેનેજર ફિલિપ સ્પૂનરે પુષ્ટિ કરી કે ગેઈલ રાષ્ટ્રીય ટીમ માટે અંતિમ સીરિઝ ભારત સામે રમશે. તેણે પીટીઆઈને જણાવ્યું કે, હા, ક્રિસ તેની અંતિમ સીરિઝ ભારત સામે રમશે.


ભારત વેસ્ટઈન્ડિઝના પ્રવાસમાં ત્રણટી20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ રમશે.

ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર ICCએ આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસ લગાવ્યો તિરંગાના અપમાનનો આરોપ

શરાબ માફિયાએ પોલીસને ફટકાર્યો, કપડાં પણ ફાડી નાંખ્યા, જુઓ વીડિયો