ક્રિસ ગેલે પોતાના ક્રિકેટ કરિયરને લઈને કરી સૌથી મોટી જાહેરાત, જાણો વિગતે
વેસ્ટ ઈન્ડિઝને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બનવું પડ્યું છે. આઈસીસીએ 2019નો વર્લ્ડ કપ 10 ટીમ વચ્ચે રમાવવાનો નિર્ણય લીધો છે. 10 ટીમ રમવાની હોવાથી નિર્ધારીત સમયમાં રેન્કિંગમાં ટોપ-8માં રહેલી જ ટીમ સીધી ક્વોલિફાઈ થઈ ગઈ હતી જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ત્યારે ટોપ-8માંથી બહાર હોવાથી તેને ક્વોલિફાયરમાં રમવું પડ્યું છે. અગાઉ 2007માં 16 ટીમ રમી હતી જ્યારે 2011 અને 2015માં 14 ટીમોને રમવાની તક મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેલે અત્યાર સુધી 103 મેચોમાં 7215 રન બનાવ્યા છે, જેમાં તેને 15 શતક અને 37 અર્ધશતક પણ ફટકાર્યા છે. તે ઉપરાંત વનડેમાં ગેલના નામે 280 મેચોમાં 9575 રન નોંધાયેલા છે. આ દરમિયાન તેમને 23 શતક અને 48 અર્ધશતક પણ લગાવી છે.
મેચ જીત્યા બાદ ગેલે કહ્યું, ‘વિશ્વકપમાં ક્વોલિફાય કરવા પર હું ખુબ જ ખુશ છું. હું હવે ફિટ રહેવા ઈચ્છું છું અને હવે અમારી પાસે એક યુવા ટીમ છે પરંતુ તે નિશ્ચિત રૂપે મારા અંતિમ વર્લ્ડ કપ હશે, જેથી હું ખુબ જ ઉત્સુક છું. આ મિશન પણ નિશ્ચિત રૂપે પૂરું થશે.’
નવી દિલ્હીઃ વિન્ડીઝ ક્રિકેટ ટીમે બુધવારે સ્કોટલેન્ડને ડકવર્થ લુઈસ નિયમથી પાંચ વિકેટે હરાવીને 2019 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કર્યું. જીત બાદ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ખુશીથી જૂમી ઉઠ્યા હતા. તેની ટીમે વિશ્વ કપ ક્વોલિફાઈ માટે રમવામાં આવેલ 5માંથી 4 મેચમાં જીતીને ટોચના સ્થાન પર રહી હતી. મેચ બાદ ઓપનર ક્રિસ ગેલે મોટી જાહેરાત કર્યા બાદ એવું કહેવાય છે કે, તેની ક્રિકેટ કારકિર્દી હવે ખૂબ જ ઓછા સમય માટે બચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -