RTI કરીને કોઇપણ માંગી શકશે ખેલાડીઓના સિલેક્શનની માહિતી, BCCIએ આપવો પડશે જવાબ
સૂચના અધિકારીએ કાયદા અનુસાર જરૂરી કેન્દ્રીય લોક માહિતી અધિકારી, કેન્દ્રીય સહાયક સાર્વજનિક માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીઓ તરીકે યોગ્ય અધિકારી નિયુક્ત કરવા માટે અધ્યક્ષ, સચિવ અને સીઓએને નિર્દેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરટીઆઇ મામલોમાં ઉચ્ચ સંસ્થા CICએ આનો હલ કાઢવા માટે કાયદો, સુપ્રીમ કોર્ટનો આદેશ, ભારતનું વિધિ આયોગના રિપોર્ટ તથા માહિતી તથા રમત બાબતોના મંત્રાલયના કેન્દ્રીય લોક માહિતીની જોગવાઇઓનુ અધ્યયન કર્યુ હતું.
માહિતી અધિકારીએ 37 પાનાના આદેશમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે બીસીસીઆઇ દેશમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવા માટે સ્વીકૃત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે, જેની પાસે હાલમાં એકાધિપત્ય શાસન છે.
આના આધારે હવે એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે બીસીસીઆઇની સ્થિતિ, પ્રકૃતિ અને કામ કરવાની વિશેષતાઓ આરટીઆઇ જોગવાઇઓની કલમો બે (એચ)ની જરૂરી શરતોને પુરી કરે છે. હવે કોઇપણ વ્યક્તિ આરટીઆઇ કરીને એ વાતની માહિતી મેળવી શકે છે કે ફલાણા ખેલાડીને ટીમમાં કયા કારણોસર સામેલ કરવામાં આવ્યો કે પછી કોઇ ખેલાડીને ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના આયોગ (CIC)એ સોમવારે આદેશ આપ્યો છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ હવે માહિતી અધિકાર (RTI) અંતર્ગત કામ કરશે અને તેની કલમો અંતર્ગત દેશના લોકોને જવાબ આપવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -