CWG 2018: વેટલિફ્ટિંગમાં પૂનમ બાદ શૂટર મનુએ અપાવ્યો ગોલ્ડ મેડલ
આ પહેલા રવિવારે ભારતની મહિલા વેટલિફ્ટર(69 કિલોગ્રામ) પૂનમ યાદવે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનમે સ્નેચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ સાથે કુલ 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: 21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે વેટલિફ્ટિંગ બાદ ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. 16 વર્ષની મનુ ભાકરે એ મહિલાઓની 110 મીટર એર પિસ્તલ શુટીંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે સિવાય આ જ સ્પર્ધામાં હીના સિધુએ પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમનો ત્રીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. વેટલિફ્ટર રાહુલ અને સતીશ શિવલિંગમએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતીય બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમોએ પણ સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે બોક્સરો પાસેથી પણ મેડલની આશા છે.
ફાઈનલમાં મનુએ 240.9 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને હિનાએ 234 પોઈન્ટ્સ. તેની સાથે ભારતે 6 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ હાસિલ કરી લીધા છે અને મેડલ ટેલીમાં ત્રીજા નંબરે છે.
મનુ ભાકેર અને હિના સિધુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -