CWG 2022 Para Table Tennis: કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.






ગુજરાતની સોનલ બેન પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો


જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.






ભારતીય રેસલર્સનું શાનદાર પ્રદર્શન


વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો હતો.  ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.


રવિ દહિયાએ પણ ગોલ્ડ જીત્યો હતો


ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.


પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો


ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.


જાસ્મીને બ્રોન્ઝ જીત્યો


ભારતની જાસ્મીન મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મહિલાઓની 57-60 કિગ્રા વજન વર્ગમાં જાસ્મિનને ઈંગ્લેન્ડની જેમ્મા પેજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ હાર છતાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.