CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટર્સનું સારું પ્રદર્શન યથાવત છે. ગુરદીપ સિંહે 109 પ્લસ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 26 વર્ષીય ગુરદીપે સ્નૈચમાં 167 અને ક્લીન એન્ડ જર્કમાં 223 કિગ્રા સહિત કુલ 390 કિલો વજન ઉપાડ્યું હતું.
પાકિસ્તાનના મુહમ્મદ નોહ બટ્ટે 405 કિગ્રા વજન ઉઠાવીને નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડના ડેવિડ એન્ડ્ર્યુએ 394 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ગુરદીપની શરૂઆત સારી રહી ન હતી. તેણે બીજા પ્રયાસમાં 167 કિલો વજન ઉપાડ્યું પરંતુ ત્રીજા પ્રયાસમાં 173 કિલો વજન ઉપાડી શક્યો નહોતો. ક્લીન એન્ડ જર્કમાં તેણે 207 કિલોગ્રામથી શરૂઆત કરી હતી પરંતુ 215 કિગ્રાના બીજા પ્રયાસમાં તે નિષ્ફળ ગયો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 223 કિલો વજન ઉપાડ્યું હતું.
ભારતે વેઈટલિફ્ટિંગમાં તેના અભિયાનનો અંત ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત દસ મેડલ સાથે કર્યો હતો.