Commonwealth Games 2022: બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને જુડોમાં બે મેડલ મળ્યા છે. ગોલ્ડની દાવેદાર ગણાતી સુશીલા દેવી ફાઇનલમાં હારી ગઈ અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. તો બીજી તરફ વિજય કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિજયે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


 






ભારતની જુડોકા સુશીલા દેવી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની મિકેલા વ્હાઈટબાય સામે હારી ગઈ અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ફાઈનલ મેચ પહેલા સુશીલાને ગોલ્ડની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. પુરૂષોની 60 કિગ્રા ઈવેન્ટમાં વિજય કુમારે સાયપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડૌલિડ્સને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો.


સુશીલા દેવીએ જીત્યો સિલ્વર
જુડોની 48 કિગ્રાની ફાઇનલમાં ભારતની સુશીલા દેવી લિકમાબામનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની માઇકેલા વ્હાઇટબોઇ સામે હતો. સુશીલાએ આ મેચ જીતીને સિલ્વર મેડલ કબજે કરી લીધો છે. સુશીલાએ સેમિફાઇનલમાં ઇપ્પોન ખાતે મોરિશિયસની પ્રિસિલા મોરેન્ડને હરાવી છે. તે પહેલા સુશીલાએ ક્વાર્ટર ફાઇનલમાં માલાવીની હેરિયેટ બોનફેસને હરાવી હતી.


27 વર્ષીય જુડોકા સુશીલા દેવીએ આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો, 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં આ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે સુશીલા દેવી કોમનવેલ્થ ગેમ્સની જુડો ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.


જુડો ખેલાડીઓને 'જુડોકા' કહેવામાં આવે છે. જુડોમાં ત્રણ પ્રકારના સ્કોરિંગ હોય છે જેને ઇપ્પોન, વજા-આરી અને યુકો કહેવામાં આવે છે. ઇપ્પોન ત્યારે થાય છે જ્યારે ખેલાડી સામેના ખેલાડીને થ્રો કરે છે અને તેને ઉભો થવા દેતો નથી, ઇપ્પોન થવા પર એક ફૂલ પોઇન્ટ આપવામાં આવે છે અને ખેલાડી જીતી જાય છે. સુશીલા દેવીએ ઇપ્પોન દ્વારા જ સેમિફાઇનલ જીતી હતી.


આ પણ વાંચો


Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા


Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર


Weekly Horoscope: આજે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, આ અઠવાડિયું આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, જાણો તમારું રાશિફળ