નવી દિલ્હીઃ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. પસંદગીને લઈને વિવાદ પણ થયો છે. ખાસ કરીને અંબાતી રાયડૂને લઈને. બીજી બાજુ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિને સ્થાન આપ્યું તે પણ લોકોને ગમ્યું નથી. ત્યારે બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે ટીમ ઉપરાંત પાંચ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પસંદગી કરી છે.




તેમાં રિષભ પંત, અંબાતી રાયડૂ, નવદીપ સૈની, અક્ષર પટેલ અને ઈશાંત શર્મા છે. આ ખેલાડી છે જે 15 ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો આ ખેલાડીઓમાંથી કોઈ એકને ટીમમાં સ્થાન મળશે. આમ તો નવદીપ સૈની પહેલા જ વર્લ્ડ કપમાં ટીમ સાથે જશે કારણ કે તેને ટીમના બેટ્સમેનો માટે અભ્યાસ કરાવવા માટે પસંદગી કરવામાં આવી છે.



પાંચ ખેલાડીઓમાં ઈશાંત શર્માનું નામ પણ છે. આ ખેલાડીનું સૌથી વધારે ચોંકાવનારું છે. કારણ કે આ ખેલાડીએ પોતાનો અંતિમ વનડે 2016માં ઓસ્ટ્રેલિયામાં રમ્યો હતો. ત્યાર બાદ તે ટેસ્ટ મેચ રમતા જોવા મળી રહ્યો છે, પરંતુ વનડેમાં આ ખેલાડીની પસંદગી નથી થઈ. વનડેમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.