નવી દિલ્હી: કોરોનાની મહામારીના કારણે વિશ્વભરમાં મોટી મોટી ઈવેન્ટ રદ કરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સ પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે એશિયાઈ રમતમાં બેવખત સિલ્વર મેડાલિસ્ટ ભારતની દોડવીર દુતી ચંદે કહ્યું કે, કોરોનાના કારણે ઓલિમ્પિકની તૈયારીઓ પર ખર્ચ થયેલા પૈસા, સમય બધુ જ વ્યર્થ થઈ ગયું છે. હવે મને નવેસરથી શરૂઆત માટે મદદ મળશે કે નહીં એ પણ નક્કી નથી.

કોરોનાના કારણે દુનિયાભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ન માત્ર સ્પોર્ટ્સ પર પણ ઓડિસાની આ એથલીટની તૈયારીઓ પર મોટો ઝટકો લાગ્યો છે, કોચ અને વિદેશમાં પ્રશિક્ષણની વ્યવસ્થા માટે પોતાના ખિસ્સામાંથી 30 લાખ રૂપિયા પણ ખર્ચ કરવા પડ્યા છે.

દુતીએ કહ્યું કે, “મેં ઓક્ટોબરથી એક ટીમ બનાવીને અભ્યાસ કરી રહી હતી, જેમાં કોચ, સહાયક કોચ, ટ્રેનર, રનિંગ પાર્ટનર સહિત 10 સભ્યોની ટીમ હતી અને દર મહીને તેમના પર સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો હતો. જેમાં મારો ખર્ચ પણ સામેલ હતો. અત્યાર સુધી 30 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. ”

જકાર્તા એશિયાઈ રમત 20118માં 100 મીટરની દોડમાં સિલ્વર મેડલ વિજેતા દુતી ખેલ મંત્રાલયના ટારગેટ ઓલિમ્પિક પોડિયમૉ યોજના(ટોપ્સ)નો ભાગ નથી. તેમની સ્પોન્સરશિપ ઓડિસા સરકાર અને કેઆઈઆઈટી કરી રહ્યા હતા પરંતુ તે ટોક્યો ઓલિમ્પિક 2020 સુધી જ હતો.