નવી દિલ્હીઃ ક્રિકેટમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનારી વનડે સીરીઝ સ્થગિત કરી દેવામાં આવી છે, આને હવે રિશિડ્યૂલ કરી દેવામા આવી છે. પાકિસ્તાન પ્રવાસ પર ટી20 સીરીઝ રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના ત્રણ ખેલાડીઓ અને બે સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોનાગ્રસ્ત થતાં આ મોટો નિર્ણય લેવામા આવ્યો છે. સ્થગિત કરાયેલી વનડે સીરીઝ બન્ને દેશો હવે આગામી જૂન મહિનામાં રમી શકે છે.


ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના હિસાબે આ વનડે સીરીઝ 18 થી 22 ડિસેમ્બરની વચ્ચે રમાવવાની હતી. પરંતુ હવે આ સીરીઝને સ્થગિત કરીને રિશિડ્યૂલ કરી દેવામાં આવી છે. જોકે જૂન 2022માં આ સીરીઝની મેચો ક્યારે રમાશે તેને લઇને હજુ સુધી જાણકારી સામે આવી નથી. 


આ ખેલાડીઓ થયા કોરોનાથી સંક્રમિત
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર વિકેટકીપર શાઇ હોપ, સ્પિનર અકીલ હુસૈન, ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ કોરોના પોઝિટીવ આવ્યા હતા. તે સિવાય ટીમના સહાયક કોચ રોડી એસ્ટવિક અને ટીમના ડોક્ટર અક્ષય માનસિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સિવાય ઝડપી બોલર શેલ્ડન કોટરેલ, રોસ્ટન  ચેઝ અને કાઇલ માયેર્સ પણ કોરોનાના કારણે ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયા હતા. તે સિવાય ડેવોન થોમસ ઇજાના કારણે  સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો.


પાકિસ્તાનને ત્રણે મેચની ટી-20 સીરિઝમાં 3-0ની જીતીને સીરીઝ પર કબજો જમાવી દીધો છે. 


 


આ પણ વાંચો- 


આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ


Pro Kabaddi 2021: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કરતા પણ વધારે છે કબડ્ડીના આ બે ખેલાડીઓનો પગાર, જાણો વિગતે


2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર


રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી


Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....