નવી દિલ્હીઃ 2010 બાદ પહેલીવાર મહેન્દ્ર સિંહ ધોની વિના ટીમ મેદાનમાં ઉતરી, અને ચેન્નાઇની ટીમને હૈદરાબાદની ટીમે 6 વિકેટે હાર આપી. ટીમમાં ધોનીની જગ્યાએ સુરેશ રૈના કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હાર બાદ ચેન્નાઇની ટીમ પર સોશ્યલ મીડિયા પર મજાકભર્યા જોક્સ બનવા લાગ્યા. ફેન્સે ગુસ્સો કાઢતા કહ્યું કે, જ્યારે ટીમમાં ધોની નથી હોતો ત્યારે ટીમ વિરાટ કોહલીની બેંગ્લૉરની ટીમ જેવી બની જાય છે. ફેન્સે વિચિત્ર રિએક્શન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા, જે આઇપીએલ સિઝનનો 12મો ચેન્નાઇની સૌથી નાનો સ્કૉર હતો. મેચમાં હૈદરાબાદની ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી.