વિરાટ કોહલીની ઈજાથી ખુશ છે આ ભારતીય ક્રિકેટર! જાણો શું કહ્યું....
હરભજને આગળ કહ્યું કે, ‘વિરાટ એક એવો પ્લેયર છે જે કોઈપણ પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ રમત રમવાની ક્ષમતા ધરાવે છે. આ વખતે ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન સુધરશે અને કાઉન્ટી ન રમવાથી તેના પ્રદર્શન પર કોઈ ફર્ક નહીં પડે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભજ્જીનું કહેવું છે કે, ‘IPLમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ઓછામાં ઓછો 15 દિવસનો આરામ તો ઈચ્છે જ છે. મારું માનવું છે કે, કોહલી ઈંગ્લિશ કાઉન્ટીમાં નથી રમી રહ્યો તે ઘણી સારી વાત છે.’
હરભજને કહ્યું કે, આ સારી વાત છે કે તે કાઉન્ટી ક્રિકેટ નહીં રમે કારણ કે તેને આરામની જરૂરત છે. આઈપીએલ વ્યસ્ત ટૂર્નામેન્ટ છે અને એટલું સરળ નથી.
નવી દિલ્હીઃ એટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ કોહલીને થયેલી ગરદનની ઈજાથી ખુશ છે. તેણે કહ્યું કે, આ ઈજા વિરાટ માટે વરદાનરૂપ છે. હરભજને કહ્યું, આ ઈજાને કારણે કોહલીને અત્યંત વ્યસ્ત સત્ર બાદ આરામ મળી જશે અને ઈંગ્લેન્ડ પ્રવાસ સુધીમાં સંપૂર્ણ રીતે સાજો અને ફિટ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -