ચેન્નઈઃ આઈપીએલનો કાર્યક્રમ એટલો વ્યસ્ત છે કે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સૌથી વધારે ફિટ રહેનાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પણ તેનાથા પ્રભાવિત થયા છે. મેદાન પર સૌથી ફિટ ખેલાડી ગણાતા ભારતના પૂર્વ કેપ્ટન ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતના નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ સા વિકેટે જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.

જોકે ટીમ પાસે જીતની ઉજવણી કરવાનો સમય ન હતો કારણ કે ટીમે પોતાની બીજી મેચ માટે રવાના થવાનું હતું. ટીમે જયપુર જવાનું હતું જ્યાં ગુરુવારે તે આગામી મેચમાં રમશે. એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા મહેન્દ્રસિંહ ધોનીની એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીર ધોનીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે.


ધોનીએ પોસ્ટ કરેલ તસવીરમાં ધોની અને તેની પત્ની સાક્ષી બેગપેક પર માથું રાખીને જમીન ઉપર ઉંઘી રહ્યા છે. ધોનીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે આઈપીએલમાં સમયની આદત પડી જવાના કારણે તમારી ફ્લાઇટ સવારે વહેલી હોય તો આવું જ થાય છે. ધોનીની આવી સાદગી તેના પ્રશંસકો વધારી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.