આ બેટ્સમેનની ધમાકેદર ઇનિંગ આગળ કોહલી, વોર્નર અને ગેલ પણ થયા ફેલ, એક ઓવરમાં ફટકાર્યા 37 રન
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન જેપી ડુમિનીએ લિસ્ટ એ મેચમાં એક ઓવરમાં 37 રન ફટકાર્યા હતા. ડુમિનીએ નાઈટ્સ વિરૂદ્ધ રમતા કેપ કોબરાજ તરફતી આ ધમાકેદાર ઇનિંગ રમી હતી. ટાર્ગેટનો પીછો કરતાં 36મી ઓવરમાં ડુમિનીએ લેગ સ્પિનર એડી લેઈકેની ઓવરમાં રેકોર્ડ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રીકીના બેટ્સમેને પ્રથમ ચાર બોલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. પાંચમાં બોલ પર બે રન લીધા. પરંતુ પછીનો બોલ લેઈએ નો બોલ ફેંક્યો જેના પર ડુમિનીએ છગ્ગો ફટકાર્યો હતો. આમ 5 બોલમાં 31 રન કર્યા હતા અને છેલ્લા બોલે પણ ડુમિનીએ છગ્ગો ફટકાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાઇટ્સ અને કેપ કોબરા વચ્ચે રમાયેલા આ મેચમાં નાઇટ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. નાઇટ્સે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 239 રન બનાવ્યાં હતાં. આ તોતિંગ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેપ કોબરાની શરૂઆત શાનદાર રહી હતી. પહેલી વિકેટ 80 રન પર પડ્યા પછી જેપી ડ્યૂમિની બેટિંગ કરવા માટે આવ્યો હતો.
જે.પી.ડ્યૂમિનીએ તાબડતોબ બેટિંગ કરતાં 37 બોલમાં 70 રન બનાવ્યાં હતાં. ડ્યૂમિનીએ ઇલેઇની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. જ્યારે ઓવરના પાંચમા બોલે બે રન લીધાં હતાં. જોકે આ જ ઓવરના એક નો બોલ પર ચાર રન આવ્યા હતાં.
આ સાથે જ મોમેન્ટમ વન ડે કપમાં નાઇટ્સ તરફથી રમનાર બોલર ઇ લેઇ એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા 2013 ઢાકામાં બાંગ્લાદેશના બોલર અલ્લાઉદીન બાબુએ એક ઓવરમાં 39 રન આપીને વિશ્વરેકોર્ડ બનાવ્યો હતો.
નોંધનીય છે કે સાઉથ આફ્રિકા ટીમના અનુભવી ઓલરાઉન્ડર જીન પોલ ડ્યૂમીનીએ ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી અચાનક સંન્યાસ લેવાનો નિર્ણય કરીને દરેકને ઝટકો આપ્યો હતો. ડ્યૂમિની દિલ્હી ડેરડેવિલ્સની કપ્તાની પણ કરી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -