એક સમયે ભલભલા બોલરોને ધ્રુજાવનાર આ બેટ્સમેન જીવે છે આવી હાલતમાં! જાણો શું છે કારણ
48 વર્ષનો જયસૂર્યા 2011માં રિટાયર થતાં પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમનો મજબૂત સ્તંભ માનવામાં આવતો હતો. ભાગ્યે જ એવો કોઇ બોલર્સ હશે જેને જયસૂર્યાએ ફટકાર્યો ન હોય. જ્યારે તે ક્રીઝ પર હોય ત્યાં સુધી વિરોધી ટીમ કોઇપણ પ્રકારની રણનીતિ બનાવવા અસમર્થ હતી. જયસૂર્યાએ ધૂંઆધાર બેટિંગથી દુનિયાભરમાં પોતાના ફેન્સ બનાવ્યા હતાં. જોકે, હવે વધતી ઉંમર જયસૂર્યાને અસર કરે છે અને તેને ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી જયસૂર્યા બે વાર શ્રીલંકન ક્રિકેટની પસંદગી સમિતિનો ચેરમેન રહ્યો હતો. જોકે, તેનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. એવો પણ આરોપ તેની પર લગાવવામાં આવ્યો કે તેના કાર્યકાળમાં સમિતિએ અનેક બદલાવ કર્યા જેને લીધે ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન માટે અસુરક્ષાની લાગણી ઉદ્ભવી હતી. જેની તેમના પ્રદર્શન પર અસર પડી હતી. 2017માં જયસૂર્યા અને તેની ટીમે સાઉથ આફ્રિકા અને ભારત સામે ઘરેલુ શ્રેણી હાર્યા પછી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ સમગ્ર પ્રક્રિયામાં એક મહિનાનો સમય થઇ શકે છે. તેમજ ઓપરેશન પછી કોઇ મુશ્કેલી ના થાય તે માટે દેખરેખમાં રાખવામાં આવશે. તે પણ જોવામાં આવશે ઓપરેશન પછી ફરી તે પગ ઉપર ઉભા થઇને ચાલી શકે છે કે નહીં
નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રહેલ સનથ જયસૂર્યા હાલમાં પોતાના પગ પર ચાલી પણ નથી શકતા. એક સમયે બોલરોને ધ્રુજાવનાર જયસૂર્યા ઘૂંટણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેને ચાર ડગલા ચાલવા માટે પણ કાખઘોડીની મદદ લેવી પડે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમના સિલેક્શન કમિટીના ચેરમેન રહ્યાં છે. 2017માં દક્ષિણ આફ્રિકા અને ભારતના હાથે ઘરઆંગણે શ્રીલંકન ટીમના કારમા પરાજય બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયસૂર્યાના ઘૂંટણનું ઓપરેશન ટૂંક સમયમાં જ થવાનું છે. એક રિપોર્ટ મુજબ સનથ જયસૂર્યા કાખઘોડી વગર ચાલી શકતો નથી અને તેના ઘૂંટણનું ઓપરેશન થવાનું છે. જયસૂર્યા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા જઇ શકે છે. જ્યાં મેલબર્નમાં તેની સર્જરી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -