આ મામલે ધોનીને પછાડીને વિરાટ કોહલી બન્યો નંબર 1, જાણો વિગતે
કેપ્ટન તરીકે ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર કે સૌથી વધારે સદી લગાવવાની વાત કરીએ તો તેમાં વિરાટ સૌથી આગળ છે. વિરાટે કેપ્ટન તરીકે સર્વશ્રેષ્ઠ 243 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધારે 14 સદી ફટકારી છે. વિરાટ બાદ આ મામલામાં સુનિલ ગાવસ્કરનું નામ આવે છે. તેણે 11 સદી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીએ આ રન સૌથી ઝડપી બનાવ્યા છે. તેણે ધોનીથી આગળ નિકળવા માટે 35 ટેસ્ટ અને 57 ઈનિંગ્સ રમીને આ રેકોર્ડ તોડ્યો છે. વિરાટની પહેલા ધોનીએ ભારત માટે 60 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી અને 96 ઈનિંગ્સ રમીને તેણે 3454 રન બનાવ્યા હતા. ધોની બાદ પૂર્વ દિગ્ગ્જ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 3449 રન અને મોહમ્મદ અઝહરુદ્દીને 2856 રન બનાવ્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી આ લિસ્ટમાં 5માં સ્થાન પર છે. તેણે કેપ્ટન તરીકે 49 ટેસ્ટની 75 ઈનિંગમાં 2560 રન બનાવ્યા હતા.
વિરાટ પાછલા 4 વર્ષોથી ટેસ્ટમાં ભારતનો કેપ્ટન છે. આટલા ઓછા સમયમાં તે ભારત માટે સૌથી વધારે રન બનાવનારો કેપ્ટન બની ગયો છે. આ મેચથી પહેલા ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 3454 રન બનાવ્યા હતા. કોહલીએ આજે 41 રનની મદદથી કેપ્ટન તરીકે 3456 રન બનાવી લીધા છે.
નવી દિલ્હીઃ કેપ્ટન તરીકે વિરાટ કોહલી દક્ષિણ આફ્રીકામાં ટીમને જીત તો ન અપાવી શક્યો, પરંતુ નવે રેકોર્ડ બનાવવામાં ચોક્કસ સફળ રહ્યો છે. જ્હોનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસે 41 રનની ઈનિંગ રમીને વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધારે ટેસ્ટ રન બનાવવાનો મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -