Asia Cup 2022 Schdeule: એશિયા કપનું શિડ્યૂલ જાહેર થયું છે. વર્લ્ડકપ પહેલા ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર થશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને લખ્યું, એશિયાની શ્રેષ્ઠ ટીમ માટેની લડાઈ 27 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 11મી સપ્ટેમ્બરે પૂરી થશે. ટી20 વર્લ્ડકપ પહેલા એશિયા કપની 15મી આવૃત્તિ આદર્શ તૈયારી તરીકે કામ કરશે.
કઈ ટીમની ક્યારે થશે ટક્કર
- 27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ
- 30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી
- 2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર
- 4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર
- 6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર
- 7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર
- 8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર
- 9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર
- 11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો
ભારતીય ટીમ ચેમ્પિયનઃ
એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી અને અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટ 14 વખત આયોજિત કરવામાં આવી છે. ભારતીય ટીમ આ સ્પર્ધાની સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે શ્રીલંકાએ એશિયા કપની ટ્રોફી 5 વખત અને પાકિસ્તાને 2 વખત જીતી છે, શ્રીલંકાએ આ ટુર્નામેન્ટની તમામ 14 આવૃત્તિઓમાં ભાગ લીધો છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ આ ટુર્નામેન્ટમાં 13 વખત ભાગ લીધો છે. ટીમ ઈન્ડિયા હાલ એશિયા કપની ચેમ્પિયન છે.