Playing Eleven of India and New zealand: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી વેંકટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની આ ટીમમાં બે સ્પિનરો અને ત્રણ ઝડપી  બોલરોને સ્થાન અપાયું છે.  


ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે અમે પ્રથમ બોલિંગ કરીશું. વિકેટ સારી લાગી રહી છે અને અમે મોટો સ્કોર કરવાનો પ્રયત્ન કરીશું. ટીમમાં શ્રેયસ ઐય્યરની વાપસી થઇ રહી છે જ્યારે વેંકટેશ ઐય્યર ડેબ્યૂ કરી રહ્યા છે. ભૂવનેશ્વર કુમાર, સિરાજ અને દીપક ચહરની વાપસી થઇ રહી છે.


તાજેતરમાં જ પૂર્ણ થયેલી આઇપીએલ 2021ના બીજા તબક્કામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતા વેંકટેશ ઐય્યરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણ રહ્યું છે કે હવે ટીમ ઇન્ડિયામાં તેમનું ડેબ્યૂ થયું છે. વેંકટેશ ઐય્યર થોડા મહિના અગાઉ કોલકત્તાની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતા. પરંતુ બાદમાં તે ટીમના સુપરસ્ટાર બની ગયા અને હવે ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે.


ટી 20 વર્લ્ડકપ દરમિયાન હાર્દિક પંડ્યાના ફિટનેસ પર અનેક સવાલો ઉઠ્યા છે. હાર્દિક પંડ્યા પુરી રીતે ફિટનેસ પ્રાપ્ત કરી શક્યો નથી. આ વર્લ્ડકપ બાદ હવે ન્યૂઝિલેન્ડ  સામે હાર્દિક પંડ્યાને ડ્રોપ કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે વેંકટેશ ઐય્યર આઇપીએલમાં ઓપનિંગ કરી હતી પરંતુ તે સારી બેટિંગની સાથે ઝડપી બોલિંગ પણ કરી શકે છે. તે સિવાય મીડલ ઓર્ડરમાં પણ રમાડી શકાય છે. એવામાં હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ વેંકટેશ ઐય્યર માટે પોતાને સાબિત કરવાની સારી તક સમાન  રહેશે.






ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી વેંકટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું.