India vs New Zealand 2nd T20I Probable Playing XI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝ બીજી ટી20 મેચ રમાશે. આજે લખનઉના અટલ બિહાર વાજપેયી ઇકાના સ્પૉર્ટ્સ સિટી ગ્રાઉન્ડ પર બન્ને ટીમો સીરીઝ કબજે કરવા અને સીરીઝ બચાવવા ઉતરશે. હાલમાં કીવી ટીમ ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમને રાંચી ટી20માં 21 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે રિપોર્ટ છે કે, ટીમ ઇન્ડિયામાં આજે એક થી બે મોટા ફેરફાર થઇ શકે છે. જાણો આજે કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન..... 


ઉમરાન મલિકનું પત્તુ કપાઇ શકે છે -  
ફાસ્ટ બૉલર ઉમરાન મલિક ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી બીજી ટી20 મેચમાંથી બહાર થઇ શકે છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં ઉમરાન મલિકની જગ્યાએ વધુ એક બૉલરને મોકો આપવામાં આવી શકે છે, કેમ કે રાંચીમાં એક બેટ્સમેન ઓછો રમ્યો હતો અને બૉલરો વધી ગયા હતા. રાંચી ટી20માં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિકને માત્રે ક જ ઓવર બૉલિંગ આપી હતી, તેને આ ઓવરમાં 16 રન આપ્યા હતા. છેલ્લી કેટલીય મેચોમાં જોઇએ તો ઉમરાન મલિક ખુબ મોંઘો સાબિત થઇ રહ્યો છે. છેલ્લી ત્રણ મેચોમાં તેને 10 થી વધુ રન આપ્યા છે. એટલા માટે ટીમ મેનેજમેન્ટ તેની જગ્યાએ એક એક્સ્ટ્રા બેટ્સમેનને મોકો આપી શકે છે. 


બન્નેની સંભવિત પ્લેઇંગ XI: - 
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગીલ, ઇશાન કિશન (વિકેટકીપર), પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વૉશિંગટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માઇકલ બ્રાસવેલ, ઇશ સોઢી, લૂકી ફર્ગ્યૂસન, જેકબ ટફી, બ્લેયર ટિકનેર.


કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડ બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે.