આગામી ટી20 વર્લ્ડકપ પહેલા સાઉથ આફ્રિકન ટીમમાં દુનિયાના વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સની વાપસીની ચર્ચા છે, ત્યારે ક્રિકેટરે ખુદ ખુલાસો કર્યો છે કે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તેને ટીમનો કેપ્ટન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
સ્ટાર ખેલાડી ડિવિલિયર્સે કહ્યું કે, મને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ફરીથી કેપ્ટનશીપ સોંપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ હું ટીમમાં ત્યારે જ વાપસી કરીશ જ્યારે હું પોતાના બેસ્ટ ફોર્મમાં રહું. હું મારા સાથી ખેલાડીઓ કરતા સારુ કરી શકીશ તો જ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકીશ.
ડિવિલિયર્સે કહ્યું મારી પણ ઇચ્છા છે કે દક્ષિણ આફ્રિકન ટીમમાં રમુ, મને કેપ્ટનશીપ વિશે પણ પુછવામાં આવી ચૂક્યુ છે. પણ મારા માટે ફોર્મમાં રહેવુ મહત્વનુ છે.
ડિવિલિયર્સે વર્ષ 2018માં અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે બાદમાં વર્લ્ડકપ 2019 દરમિયાન ડિવિલિયર્સની વાપસીની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. હવે ફરી એકવાર ટી20 વર્લ્ડકપમાં સ્ટાર ક્રિકેટરની વાપસીની ચર્ચા છે.