IPL 2022: IPLએ વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. આ લીગમાં રમવાનું વિશ્લના તમામ ક્રિકેટરોનું સપનું હોય છે. અહીં રોમાંચ, ઉત્સાહ અને ટેન્શન તેની ચરમસીમાએ હોય છે. આ લીગમાં રમવા માટે ક્રિકેટરોને કરોડો રૂપિયા મળે છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમી નથી, પરંતુ તે પહેલા જ તેઓ કરોડપતિ બની ગયા છે.
અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહે હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું નથી, પરંતુ પંજાબ કિંગ્સે આ ખેલાડીને ચાર કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. જ્યારે પણ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને વિકેટની જરૂર પડતી ત્યારે. તે અર્શદીપ સિંહના હાથમાં બોલ પકડાવી દેતો. તેણે પોતાની ધારદાર બોલિંગથી ઘણા બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા છે. IPL 2021 સીઝનની 12 મેચમાં 18 વિકેટ લીધી. આ ઉપરાંત તે ખર્ચાણ પણ ઓછો છે.
અબ્દુલ સમદ
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા છે. હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નર અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ ખેલાડીઓ છોડીને અબ્દુલ સમદને રિટન કર્યો હતો. IPL 2021માં, સમદને હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે ટીમ તેને 4 કરોડ રૂપિયા આપશે. અબ્દુલ સમદ IPLમાં રમનાર જમ્મુ-કાશ્મીરનો ચોથો ક્રિકેટર છે. તે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLની 23 મેચમાં 223 રન બનાવ્યા છે.
યશસ્વી જયસ્વાલ
રાજસ્થાન તરફથી રમતા યશસ્વી જયસ્વાલ તેની તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સે તેને ચાર કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે IPLમાં 13 મેચમાં 289 રન બનાવ્યા છે. તે ખૂબ જ આક્રમક બેટ્સમેન છે. લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
ઉમરાન મલિક
ઉમરાન મલિકે પોતાની ધારદાર બોલિંગના દમ પર આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેને આઈપીએલ 2021માં સ્પીડ સ્ટારનો ખિતાબ મળ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી ઝડપી બોલર છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ચાર કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે.