કોલકાતાઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ સોમવારે રાતે એક તસવીર પોસ્ટ કરી હતી. જેને લઈ કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવને ટ્રોલ કર્ હતો. રહાણેએ કોલકાતામાં આગામી ડે-નાઇટ ટેસ્ટ અંગે સપનું જોયું હતું.

રહાણેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરમાં તેની બાજુમાં એક પિંક બોલ પડેલો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું, ઐતિહાસિક પિંક બોલથી ટેસ્ટ મેચ રમવાનું સપનું જોઈ રહ્યો છું. આ પોસ્ટ બાદ વિરાટ કોહલી અને શિખર ધવને તેને ટ્રોલ કર્યો હતો. કોહલીએ પોસ્ટનો જવાબ આપતાં લખ્યું, નાઇઝ પોઝ જિંક્સી, જ્યારે ધવને લખ્યું, સપનામાં પણ પિંક બોલ.


ભારત-બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક પિંક બોલથી 22-26 નવેમ્બર સુધી ટેસ્ટ રમાશે. બંને ટીમો પ્રથમ વખત ડે નાઇટ ટેસ્ટ મેચ રમશે. ભારતે ઇન્દોરમાં પ્રથમ ટેસ્ટ ઈનિંગ અને 130 રનથી જીત્યા બાદ બે મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. કોલકાતા ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો વ્હાઇટ વોશ કરવા માંગશે.

Activa ને ફળી દિવાળી, સ્પ્લેન્ડરને પછાડી ફરી બની નંબર 1 ટૂ વ્હીલર

મુસ્લિમ દેશોની ચેનલ પર મોદી સરકાર થઈ કડક, કેબલ ઓપરેટરોને આપ્યા આ નિર્દેશ, જાણો વિગતે

મહારાષ્ટ્રમાં સસ્પેંસ યથાવત, સંજય રાઉતે કહ્યું- સરકાર બનાવવામાં........