નવી દિલ્હીઃ ટૂ-વ્હીલર સેગમેંટમાં હીરો અને હોંડા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ઓકટોબર મહિનામાં હોન્ડા એક્ટિવાએ હીરોની સ્પ્લેન્ડરને પછાડી દીધી છે. વેચાણ મામલે એક્ટિવાએ બાજી મારી છે.

ઓક્ટોબર 2019માં એકટિવાના 2,81,273 યૂનિટ વેચાયા હતા. આ વેચાણ સાથે તેણે સ્પ્લેંડરને પછાડીને  નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું હતું. ઓક્ટોબર 2018ની તુલનામાં આ વખતે એક્ટિવાના વેચાણમાં 7.24 ટા વધારો થયો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં 2,62,260 એક્ટિવાનું વેચાણ થયું હતું.



હીરોના સ્પ્લેન્ડરના ઓક્ટોબર 2019માં 2,64,137 યૂનિટ વેચાયા હતા અને બીજા નંબર પર રહી હતી. ઓક્ટોબર 2018માં 2,68,377 યૂનિટના વેચાણ સામે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં સ્પ્લેન્ડરના વેચાણમાં 1.57 ટકાનો ઘટાડો થયો છે.

Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત

ઓક્ટોબરમાં 10 સૌથી વધારે વેચાયેલા ટૂ વ્હીલરમાં હીરો એચએફ ડીલક્સ 1,85,751 યૂનિટના વેચાણ સાથે ત્રીજા નંબર પર રહી હતી. જ્યારે 95,509 યૂનિટના વેચાણ સાથએ પલ્સર ચોથા ક્રમે, 87,743 યૂનિટના વેચાણ સાથે હોન્ડા સીબી શાઈન પાંચમા, 74,560 યૂનિટના વેચાણ સાથે ટીવીએસ જુપિટર છઠ્ઠા, 70,466 યૂનિટના વેચાણ સાથે બજાજ પ્લેટિના સાતમા, 61,483 યૂનિટ સાથે બજા સીટી100 આઠમા,  60,174 યૂનિટના વેચાણ સાથે ટીવીએસ લુના એક્સએલ સુપર નવમા અને 53,552 યૂનિટના વેચાણ સાથે સુઝુકી એક્સેસ 10મા ક્રમે રહ્યા હતા.



સપ્ટેમ્બરના મુકાબલે ઓક્ટોબરમાં ટૉપ-10માં ટૂ-વ્હીલરનું વેચાણ 10.44 ટકા વધ્યુ છે. સપ્ટેમ્બર 2019માં ટોપ-10 ટૂ-વ્હીલર્સનું કુલ વેચાણ 11,17,948 યૂનિટ હતું, જે ઓક્ટોબરમાં વધીને 12,34,648 યૂનિટ રહ્યું હતું.

Car loan Information:

Calculate Car Loan EMI