અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે ખરીદ્યો છે.
હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમનો કેપ્ટન પણ હશે. 22 જાન્યુઆરી સુધીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા. આ પૈકી અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા પર પસંદગી ઉતારી છે.
ક્રિકેટ નિષ્ણોતોના મત છે કે, હાર્દિક પંડ્યા ગુજરાતી હોવાથી અમદાવાદની ટીમે તેને પોતાની સાથે જોડ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાની લોકપ્રિયતાનો ટીમને લાભ મળે અને ટીમ ગુજરાતી હોવાનો મેસેજ જાય એ કારણસર હાર્દિક પંડ્યાની પસંદગી કરાઈ છે.
અલબત્ત હાલમાં હાર્દિક પંડ્યાનું ફોર્મ જોતાં તે ટીમ માટે કેટલો ઉપયોગી થશે તેમાં શંકા છે. હાર્દિક પંડ્યા 2019માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે સીરિઝમાં રમ્યો હતો પણ એ પછી સતત ફિટનેસ પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે કમરની સર્જરી પણ કરાવી છે પણ તે છતાં બોલિંગ કરી શકતો નથી અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે જરૂરી ફિટનેસ મેળવી શક્યો નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021ની સીઝનમાં હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નથી. આ ઉપરાંત T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં પણ તેણે બોલિંગ કરી નહોતી. આ કારણે હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને રિટેન કર્યો ન હતો. હવે અમદાવાદની ટીમે તેને પસંદ કર્યો છે ત્યારે તે કેવી રમત બતાવશે તે અંગે શંકા છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી.