Ajay Jadeja Net Worth: થોડા દિવસો પહેલા સુધી વિરાટ કોહલીને સૌથી અમીર ભારતીય ક્રિકેટર કહેવામાં આવતો હતો, પરંતુ પૂર્વ ક્રિકેટર અજય જાડેજા રાતોરાત દેશના સૌથી અમીર ક્રિકેટર બની ગયો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અજય જાડેજાની કુલ સંપત્તિ 1,450 કરોડ રૂપિયા છે. તાજેતરમાં નવાનગરના મહારાજા જામસાહેબે તેમને પોતાના વારસ તરીકે જાહેર કર્યા હતા.


થોડા ઈતિહાસમાં જઈએ તો જામનગર અને ક્રિકેટને જૂનો સંબંધ છે. ઉદાહરણ તરીકે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફીના નામ અનુક્રમે કેએસ રણજીતસિંહજી અને કેએસ દિલીપસિંહજી દ્વારા પ્રેરિત છે. આ બંને જામનગરના વતની છે અને અજય જાડેજાનો પણ તેમની સાથે સંબંધ છે. જાડેજાના પિતા દૌલતસિંહજી જામનગર બેઠક પરથી સાંસદ હતા. જામનગરની વાત કરીએ તો ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા હાલમાં આ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.


વર્ષ 2024માં વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1,090 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બીજી તરફ અજય જાડેજાની કુલ સંપત્તિ હવે 1,450 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ લિસ્ટમાં એમએસ ધોનીનું નામ પણ આવે છે, કારણ કે તેની નેટવર્થ પણ એક હજાર કરોડથી વધુ છે.


અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી


અજય જાડેજા 1990ના દાયકામાં ભારતીય ટીમનો અભિન્ન ભાગ હતા. તેણે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા 196 વન-ડે મેચ રમી જેમાં તેણે 37.47ની એવરેજથી 5,359 રન કર્યા હતા. તેમણે વન-ડે ક્રિકેટમાં 6 સદી અને 30 અડધી સદી પણ ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારત માટે 3 વર્લ્ડ કપ પણ રમ્યા હતા. જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ મેચ પણ રમી હતી, જેમાં તેણે 576 રન કર્યા હતા અને ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રન હતો. અજય જાડેજાની ગણતરી તેમના યુગના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થતી હતી. નોંધનીય છે કે અફઘાનિસ્તાને 2023 ODI વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને તે ટીમના મેન્ટર અજય જાડેજા હતા.                                                    


Ashes Series: એશિઝ સીરીઝનું શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે ને ક્યાં રમાશે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ