Ambati Rayudu Leave Politics: અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું. રાયડુએ યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)માંથી રાજીનામું આપ્યું. રાયડુ માત્ર 9 દિવસ પહેલા એટલે કે 28મી ડિસેમ્બરે પાર્ટીમાં જોડાયા હતા. જો કે તેમણે રાજકારણને હંમેશ માટે છોડ્યું નથી, પરંતુ તેઓ થોડા સમય માટે જ રાજકારણથી દૂર રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.


અંબાતી રાયડુએ ટ્વીટ કર્યું, "સૌને જાણ કરવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે."






અંબાતી રાડુયુ 28 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડી પણ હાજર હતા. રાડુયુએ પાર્ટી છોડવાના નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તેઓ આગળની કાર્યવાહી વિશે જણાવશે.


IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું


તમને જણાવી દઈએ કે અંબાતી રાયડુએ IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2023 IPLમાં રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, જે ચેમ્પિયન બની હતી. જોકે, અગાઉ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 55 ODI અને 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે પોતાની કારકિર્દીમાં 203 IPL મેચ રમી હતી.  37 વર્ષીય રાયડુએ IPL જીત્યા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી રાયડુ છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી IPLમાં રમ્યો હતો.    નિવૃત્તિ લીધાના લગભગ એક મહિના પછી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર 28 ડિસેમ્બરે  સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયો હતો.