Kaun Banega Crorepati, Rinku Singh: IPL 2023 સીઝનમાં  રિંકુ સિંહે સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી. આ સતત 5 સિક્સર બાદ રિંકુ સિંહને એક અલગ ઓળખ મળી.  આ પછી  રિંકુ સિંહને ભારતના આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. રિંકુ સિંહે આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે, અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં રિંકુ સિંહ સાથે જોડાયેલ એક સવાલ સામે આવ્યો હતો.


કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને શું પૂછ્યું ?


પરંતુ શું તમે આ સવાલનો જવાબ જાણો છો ? કૌન બનેગા કરોડમાં અમિતાભ બચ્ચને પૂછ્યું કે IPL 2023માં કયા બેટ્સમેને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી ? આ પ્રશ્નના જવાબમાં 4 વિકલ્પો હતા... આ વિકલ્પમાં આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, નીતિશ રાણા અને વેંકટેશ અય્યરનું નામ હતું.   આ પ્રશ્ન  6.40 લાખનો હતો. નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.


જ્યારે રિંકુ સિંહે યશ દયાલની ઓવરમાં સતત 5 સિક્સ ફટકારી હતી


તે મેચની વાત કરીએ તો યશ દયાલ ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લી ઓવર ફેંકવા આવ્યો હતો. યશ દયાલના છેલ્લા 5 બોલ પર રિંકુ સિંહે સતત 5 છગ્ગા ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને અવિશ્વસનીય જીત અપાવી હતી. જો કે આયર્લેન્ડ સામેની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમમાં રિંકુ સિંહની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 T20 મેચોની શ્રેણી રમશે.  આ પછી રિંકુ સિંહ એશિયન ગેમ્સમાં જોવા મળશે. વાસ્તવમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. રિંકુ સિંહ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. 


ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 ટી-20  સીરીઝની પ્રથમ મેચ ડબલિનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ટી-20 ડેબ્યૂ  કર્યું હતું.  રિંકુ સિંહે IPL 2023 સીઝનમાં ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે વનડે રમી ચૂક્યો છે.