એક સીનિયર ખેલાડી ઈજાગ્રસ્ત થયા બાદ યુવા ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ટીમને તેના જ ઘરમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ગાબામાં રમાયેલ સીરીઝના અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાના યુવા ખેલાડીઓના દમદાર પ્રદર્શનના જોરે હારેલી બાજી જીતી લીધી હતી. ભારતના આ કારનામા બાદ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટીમ ઇન્ડિયાના છ ખેલાડીઓને ગિફ્ટમાં મહિન્દ્રા થાર SUV આપવાની જાહેરાત કરી હતી. આનંદે હવે પોતાનું વચન પૂરું કહરતાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર ટી નટરાજનને મહિન્દ્રા થાર SUV ગિફ્ટ કરી છે. નટરાજને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી કારની તસવીર શેર કરીને તેની જાણકારી આપી છે.


નટરાજને પણ આપી રિટર્ન ગિફ્ટ


નટરાજને પણ કારના બદલામાં આનંદ મહિન્દ્રાને રિટર્ન ગિફ્ટ આપી છે. તેણએ ગાબા ટેસ્ટમાં પહેલ પોતાની જર્સી પોતાની સાઈન સાથે આનંદને રિટર્ન ગિફ્ટમાં આપી છે. સાથે જ તેમણે ટ્વીટ કરીને કહ્યું, “ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનનું સૌથી મોટું સમ્માન છે. અહીં પહોંચવા સુધીનો રસ્તો ઘણો મુશ્કેલ છે. જે રીતે મને તમારો પ્રેમ મળ્યો છે, તેનાથી હું અભિભૂત થઈ ગયો છું.”






નટરાજને બીજા ટ્વિટમાં લખ્યું કે હું આજે ખૂબસુરત મહિન્દ્રા થાર ચલાવીને ઘેર આવ્યો. હું શ્રી આનંદ મહિન્દ્રાનો આભાર માનું છે. જેમણે મારી સફરની ઓળખી અને મારો જુસ્સો વધાર્યો. ક્રિકેટ માટે તમારો પ્યાર મોટો છે સર. હું તમને ગાબા ટેસ્ટનું મારુ શર્ટ સાઈન કરીને તમને રિટર્ન ગિફ્ટ કરી રહ્યો છું.


નોંધનીય છે કે, આનંદ મહિન્દ્રાએ મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને નવદીપ સૈનીને એમ 6 ખેલાડી એસયૂવી કાર ગિફ્ટમાં આપવાનું વચન આપ્યું છે.


આ પહલે પણ આનંદ મહિન્દ્રાએ ઘણી વખત આ રીતે ખેલાડીઓનું મનબોળ વધાર્યું છે. આનંદ મહિન્દ્રાએ આ પહેલા TUV 300 કિદાંબી શ્રીકાંતને 2017માં સિરીઝનું ટાઈટલ જીતવા પર ગિફ્ટમાં આપી હતી.