મહિલા દિવસના અવસર પર ક્રિકેટ વિરાટ કોહલીએ પોતાની દીકરી વામિકા અને પત્ની અનુષ્કાની તસવીર પોસ્ટ કરતાં તેને આ દિવસની શુભેચ્છા પાઠવી છે. વિરાટે સોશિયલ મીડિયા પર વામિકા અને અનુષ્કાની સુંદર તસવીર પોસ્ટ કરી છે. વિરાટે લખ્યું છે કે, અનુષ્કા શર્મા તેના જીવનની સૌથી સ્ટ્રોંગ મહિલા છે અને હું ઇચ્છું છું કે તેની દીકરી પણ અનુષ્કા જેવી જ બને.

વિરાટે તસવીર પોસ્ટ કરતાં લખ્યું, “બાળકને જન્મ આપતા જોવું એ સરળ વાત નથી. આ કોઈપણ માટે અવિશ્વનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઈ શકે છે. જ્યારે તમે તેને જુઓ છો તો તમે મહિલાઓની અસલી તાકાત અને દિવ્યતાને સમજો છો અને તમે એ સમજી શકો છો કો ભગવાને તેની અંદર જીવન શા માટે બનાવ્યું છે. આવું એટલા માટે કારણ કે આપણે લોકોની તુલનામાં વધારે મજબૂત છીએ.”


વિરાટે આગળ લખ્યું, “મારા જીવનની સૌથી મજબૂત અને સોફ્ટ હૃદયવાળી મહિલાને મહિલા દિવસની શુભેચ્છા. સાથે જ તેને પણ અભિનંદન જે તેની માતા જેવી જ બનવાની છે. અને વિશ્વની તમામ અદ્ભુત મહિલાઓને પણ એક મહિલા દિવસની શુભેચ્છા.”

તમને જણાવીએ કે, આ વર્ષ કપલ માટે ખાસ રહ્યું છે. 11 જાન્યુઆરીએ બન્નેના જીવનમાં તેની દીકરીનો જન્મ થયો. 11 જાન્યુઆરીએ પિતા બનવાના ખુશખભર આપતા વિરાટ કોહલીએ લખ્યું, “અમે બન્નેને એ જણાવતા આનંદ થાય છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને દીકરી, બન્ને બિલકુલ ઠીક છે.”