મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અનેવિરાટ કોહલી તેમના ઘરે નાનકડા મહેમાનના સ્વાગતને લઈને ઉત્સાહમાં છે. અનુષ્કા શર્મા પોતાની પ્રેગ્નેન્સીની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે બેબી બમ્પ સાથે મેગેઝિનના કવર પેજ માટે પોઝ આપ્યો હતો. અનુષ્કા શર્માએ આ મેગેઝિનના કવર પેજને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો માટે શેર કર્યું છે. ફોટો શેર કરવા સાથે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું કે, 'આ ક્ષણને મેં આખી જિંદગી માટે કેદ કરી લીધી છે.'



આ સાથે નવા વર્ષ નિમિત્તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. વિરાટ કોહલીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે અનેક મહેમાનોને તેમની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલીના ઘરે જમવાના ટેબલ પર હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિચ સાથે જોવા મળી હતી. આ સાથે, ઘણા અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા. આ ફોટો વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટો શેર કરવાની સાથે વિરાટે લખ્યું છે, 'નકારાત્મક પરીક્ષણો સાથે મિત્રો સાથે સકારાત્મક સમય વિતાવવો. ઘરે સલામત વાતાવરણ સાથે તમારા મિત્રો સાથે રહેવું તેનાથી બીજું કંઇ સારું નથી. આ વર્ષ ખુબ ખુશીઓ, આશાઓ અને સારું આરોગ્ય લઈને આવે. સલામત રહો.


વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સોશિયલ મીડિયા પર બે ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં, વિરાટ અનુષ્કાના બધા મિત્રો ડાઇનિંગ ટેબલ પર નજરે પડે છે. બીજા ફોટામાં અનુષ્કા શર્મા ખુરશી પર બેઠી છે અને તેની પાછળ વિરાટ કોહલી ઉભો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વળી, આ ફોટોને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી છે.