નવી દિલ્હીઃ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શુક્રવારે કહ્યું કે, આગામી એશિયા કપ ટુનામેન્ટનું આયોજન દુબઇમાં થશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંન્ને આ ટુનામેન્ટમાં ભાગ લેશે. સપ્ટેમ્બરમાં આયોજીત થનારી આ ટુનામેન્ટ માટે પાકિસ્તાન યજમાન દેશનો દરજ્જો મળ્યો હતો પરંતુ બીસીસીઆઇએએ સ્પષ્ટ કરી દીધું કે સુરક્ષાના કારણોસર ટીમ ઇન્ડિયા પોતાના પાડોશી દેશનો પ્રવાસ કરશે નહીં. બાદમાં આ ટુનામેન્ટ દુબઇમાં આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલની 3 માર્ચમાં થનારી બેઠક માટે દુબઇ રવાના થતા અગાઉ ગાંગુલીએ ઇડન ગાર્ડન્સ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે એશિયા કપ દુબઇમાં રમાશે અને ભારત અને પાકિસ્તાન તેમાં ભાગ લેશે. બીસીસીઆઇએ સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાન ટુનામેન્ટની યજમાની કરે તેની સામે તેને કોઇ વાંધો નથી.
ભારત અને પાકિસ્તાન 2012-13 બાદથી કોઇ દ્ધિપક્ષીય સીરિઝ રમ્યું નથી. ત્યારે પાકિસ્તાનની ટીમ વન-ડેની સીરિઝ રમવા ભારત આવી હતી. બંન્ને દેશો વચ્ચે રાજકીય તણાવના કારણે આ બંન્ને દેશ ત્યારથી ફક્ત આઇસીસી ટુનામેન્ટમાં જ એકબીજા સામે રમે છે.
દુબઇમાં રમાશે એશિયા કપ, ભારત અને પાકિસ્તાન બંન્ને રમશેઃ સૌરવ ગાંગુલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2020 10:24 PM (IST)
એશિયન ક્રિકેટ કાઉન્સિલની 3 માર્ચમાં થનારી બેઠક માટે દુબઇ રવાના થતા અગાઉ ગાંગુલીએ ઇડન ગાર્ડન્સ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -