દુબઇઃ ટીમ ઈન્ડિયાએ એશિયા કપના સુપર-ફોરમાં ક્વોલિફાય કરી લીધું છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે બુધવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હોંગકોંગને 40 રનથી હરાવ્યું હતું. ભારતે તેની પ્રથમ મેચમાં પણ પાકિસ્તાનને પાંચ વિકેટે કચડી નાખ્યું હતું. જો હવે પાકિસ્તાની ટીમ તેની આગામી મેચમાં હોંગકોંગને હરાવી દેશે તો રવિવારે ફરી એકવાર ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.






વિરાટ કોહલી સૂર્યાનો ફેન બન્યો


હોંગકોંગ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ જીતનો હીરો રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે માત્ર 26 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે છ છગ્ગા અને 6  ચોગ્ગા ફટકાર્યા હતા. આમાંથી ચાર સિક્સર સૂર્યકુમારે ઇનિંગની છેલ્લી ઓવરમાં ફટકારી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સૂર્યાને ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો. કોહલી અને સૂર્યાએ ત્રીજી વિકેટ માટે 98 રનની અણનમ ભાગીદારી કરી હતી.


વિરાટ કોહલી પણ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગથી ઘણો પ્રભાવિત થયો હતો. ભારતીય ઇનિંગ્સના અંત પછી જ્યારે સૂર્યકુમાર યાદવ ડગઆઉટમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે કોહલીએ માથું નમાવીને સૂર્યકુમાર યાદવનું અભિવાદન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


હોંગકોંગની ટીમ માત્ર 152 રનમાં સમેટાઈ ગઈ હતી


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બે વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 26 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 44 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું હતું. જેના જવાબમાં હોંગકોંગની ટીમ પાંચ વિકેટે 152 રન જ બનાવી શકી હતી. બાબર હયાતે 41 રન અને કિનચિત શાહે 30 રનનું યોગદાન આપ્યું હતું.


Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત


Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ


GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો


September Changes: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો ક્યાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અને ક્યાં થશે બચત