Babar Azam Reaction: ગઇકાલે એશિયા કપ 2022ની ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવૉલ્ટેજ મેચ રમાઇ, ફરી એકવાર બન્ને કટ્ટર હરિફો આમને સામને થયા અને ભારતીય ટીમે બાજી મારી, ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો રહ્યો, તેને હારેલી મેચ વિનિંગ સિક્સ ફટકારીને જીતમાં ફેરવી દીધી હતી. હાર્દિકની આ બેધડક બેટિંગ પર ફેન્સ તો ફિદા થયા જ છે, સાથે સાથે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ફિદા થઇ ગયો છે.
હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કહ્યું- અમે મેચમાં 10-15 રન ઓછા બનાવ્યા, અમે મેચની શરૂઆત સારી કરી, પરંતુ મને લાગે છે કે, અમારી ટીમે રન ઓછા બનાવ્યા, જેનો ફાયદો ભારતને મળ્યો. રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને સંકટમાંથી બહાર કાઢી અને અંતે હાર્દિકે બાજી ફેરવી દીધી, હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 33 રન બનાવીને સારી રીતે મેચને ફિનિશ કરી, હાર્દિકે ખરેખરમા સારી બેટિંગ કરી, જેના કારણે અમે મેચ હારી ગયા.
એશિયા કપની ગઇકાલે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી હતી.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા