Asia Cup 2022: ભારતીય ટીમ 28 ઓગસ્ટથી એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચ રમશે. આ મેચ પહેલા એવી અફવા હતી કે દીપક ચાહર ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે, BCCIએ આ વાતને નકારી કાઢી છે. એશિયા કપ માટે ભારતીય ટીમના હેડ કોચ બનેલા VVC લક્ષ્મણે રાજસ્થાન રોયલ્સના સ્ટાર યુવા ઝડપી બોલર કુલદીપ સેનને પણ ટીમમાં સામેલ કર્યો છે. તે ભારતીય ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાયો છે.
કુલદીપ સેનની ટીમમાં એન્ટ્રી થઈઃ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો હોવાની અફવા આગની જેમ ફેલાઈ ગઈ હતી. જોકે, બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતોને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, ચાહરે આગલા દિવસે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો અને તે આજે પણ પ્રેક્ટિસ કરશે. ચાહરને કોઈ પ્રકારની ઈજા થઈ નથી, તે બિલકુલ સ્વસ્થ છે. દીપક ચાહર એશિયા કપમાં ભારતીય ટીમ માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે લેવાયો છે.
આ સાથે BCCI અધિકારીએ જણાવ્યું કે, 25 વર્ષીય કુલદીપ સેન એશિયા કપ માટે નેટ બોલર તરીકે ભારતીય ટીમ સાથે જોડાયો છે. તમને જણાવી દઈએ કે કુલદીપ સેન ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ માટે રમે છે, જ્યારે તે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમે છે.
જસપ્રીત બુમરાહ અને હર્ષલ આઉટઃ
એશિયા કપની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને બુમરાહ અને હર્ષલ પટેલ બહાર થઈ જવાથી મોટો ઝટકો લાગ્યો હતો. આ પછી હવે સ્ટાર બોલર દીપક ચાહર પર ટીમમાંથી બહાર થયો હોવાના સમાચારે ઘણા ચાહકોને નાખુશ કર્યા હતા. પરંતુ બીસીસીઆઈના અધિકારીએ આ વાતને નકારી કાઢ્યા બાદ હવે ફેન્સના ચહેરા પર સ્મિત ફરી આવશે. દીપક ચહર લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તે થોડા દિવસો પહેલા યોજાયેલા ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમનો ભાગ હતો અને ત્યાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચોઃ