Asia Cup 2022: UAEમાં શરૂ થવા જઈ રહેલા એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા પાકિસ્તાની ટીમની ચિંતા વધી ગઈ છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સંપૂર્ણ રીતે ફિટ નથી. શાહીન આફ્રિદી ભારત સામે રમાનાર મેચમાંથી બહાર થઈ શકે છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે આ વાતનો સ્વીકાર કર્યો હતો.


શાહિન આફ્રિદી હજુ સુધી તેના ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફિટ થવા માટે શાહિન આફ્રિદીને વધુમાં વધુ સમય આપવાનો પ્રયાસ કરી રહી છે. બાબર આઝમે કહ્યું કે અમે ડોક્ટરોની સલાહ લઈ રહ્યા છીએ. ડોક્ટર્સ શાહીન આફ્રિદીની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે.


આફ્રિદીને ફિટ થવા માટે વધુ આરામની જરૂર છે. પાકિસ્તાનના કેપ્ટને કહ્યું હતું કે આફ્રિદીને વધુ આરામની જરૂર છે. તેને ઈજામાંથી બહાર આવવા માટે વધુ સમયની જરૂર છે. અમે આફ્રિદીની ફિટનેસ અને સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તે એશિયા કપ સુધી સ્વસ્થ થઇ જાય.


એશિયા કપ માટે પાકિસ્તાને શાહીન આફ્રિદી ઉપરાંત ચાર વધુ ઝડપી બોલરોને ટીમમાં સ્થાન આપ્યું છે. પાકિસ્તાનની ટીમમાં હરિસ રઉફ ઉપરાંત શાહનવાઝ, નસીમ શાહ અને મોહમ્મદ વસીમના નામ સામેલ છે.


બાબર આઝમે કબૂલ્યું હતું કે એશિયા કપમાં તેની સફર ભારત જેવી ટીમ સાથે શરૂ થવા જઈ રહી છે અને આ મેચ તેના માટે ઘણું દબાણ બની રહી છે. જોકે બાબર આઝમને પોતાની ટીમની ફાસ્ટ બોલિંગ પર પૂરો વિશ્વાસ છે.


 આ પણ વાંચોઃ


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત


GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત


KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો


Heart Health:કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં શું છે તફાવત, બંનેમાંથી જીવલેણ કયું થાય છે સાબિત


Stone Treatment: શું બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે, શું છે હકીકત જાણો


Gujarat Election : કોંગ્રેસે માલધારીઓને શું આપ્યું મોટું વચન, સરકાર બને તો કયો મોટો હક્ક આપવાની કરી જાહેરાત?