Asia Cup Schedule 2023, India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફેન્સ હવે થોડાક સમયમાં એશિયા કપની મેચોની રાહ જોઇને બેઠાં છે, આ એશિયા કપ 2023 ભારતની મેચો શ્રીલંકામાં રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મૉડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચોનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.


એશિયા કપ શિડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે ડરબનમાં ICC બૉર્ડની બેઠક પહેલા જય શાહ અને ઝકા અશરફે અનૌપચારિક બેઠક કરી હતી. આ અંગે આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે પોતાના નિવેદનમાં પીટીઆઈને જણાવ્યું કે અમારા સચિવ પીસીબીના વડા ઝકા અશરફને મળ્યા અને એશિયા કપના શિડ્યૂલ અંગે ચર્ચા કરી જે હવે આગળ વધી ગઈ છે.


અરુણ ધૂમલે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ આગામી એશિયા કપમાં પોતાની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. તેને કહ્યું કે, એશિયા કપ 2023માં લીગ સ્ટેજની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે, ત્યારબાદ બાકીની મેચો શ્રીલંકામાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 મેચનો સમાવેશ થાય છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.


ભારતીય ટીમ અને સચિવ જય શાહ નહીં કરે પાકિસ્તાનનો પ્રવાસ- 
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે અરુણ ધૂમલે કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી, ના તો ભારતીય ટીમ ત્યાં જઈ રહી છે કે ના તો સચિવ જય શાહ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ બેઠક માત્ર એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી છે.


ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ


આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવાના છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે.


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial