Asia Cup 2023, Pakistan Cricket Board: એશિયા કપ 2023ના આયોજન પર ફરી એકવાર ખતરો મંડરાઇ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આગામી અધ્યક્ષની રેસમાં સૌથી આગળ રહેલા ઝકા અશરફે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયા કપનું આયોજન કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. પાકિસ્તાન અને શ્રીલંકામાં આગામી એશિયા કપનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 4 મેચ પાકિસ્તાનમાં જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં યોજાવાની હતી.
ઝકા અશરફે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હું આ હાઈબ્રિડ મોડલને પહેલા જ નકારી ચૂક્યો છું. કારણ કે હું આ વાત સાથે સહમત નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના બોર્ડે નિર્ણય લીધો હતો કે જો આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાય તો પછી ટુનામેન્ટનું આયોજન અહીં જ થવું જોઇએ.
હવે ઝકા અશરફના આ નિવેદન બાદ એશિયા કપનું આયોજન ખતરામાં છે. આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના રમવા પર પણ શંકા છે. જો પીસીબી પોતાનું વલણ નહીં બદલે તો પાકિસ્તાનની ટીમ વિના જ એશિયા કપ રમાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે .
પીસીબીના સંભવિત અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું કે એશિયા કપની તમામ મુખ્ય મેચો પાકિસ્તાનની બહાર યોજાશે. નબળી ટીમોની મેચ પાકિસ્તાન સાથે કરાવવામાં આવશે જે ખોટું છે. મને ખબર નથી કે બોર્ડે શું મંજૂર કર્યું હતું. હું જોઉં છું કે આટલા ટૂંકા ગાળામાં શું થઈ શકે છે. પાકિસ્તાન સમક્ષ ઘણા મુદ્દા છે. વર્લ્ડ કપનો મામલો હજુ ઉકેલાયો નથી. આવી સ્થિતિમાં, તેના શિડ્યૂલની રાહ જોવી પડી શકે છે. હું પદ સંભાળ્યા બાદ જ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશ.
વર્લ્ડકપ પહેલા જ ICC અને BCCIનો પાકિસ્તાનને મોટો ઝટકો
ક્રિકેટના મહાકુંભ તરીકે ઓળખાતા વનડે વર્લ્ડકપને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના હોસ્ટિંગમાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે. પરંતુ વર્લ્ડકપ પહેલા જ આઈસીસી અને બીસીસીઆઈએ પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે.
પીસીબીએ કહ્યું હતું કે...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં મેચ રમવાનું છે. ત્યાર બાદ તરત જ અફઘાનિસ્તાન સામેની મેચ ચેન્નઈમાં રમાશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની બોર્ડે બંને સ્થળોની અદલાબદલી કરવાની માંગ કરી હતી.