Asia Cup 2023, IND Vs SL Live: ભારતે શ્રીલંકાને 41 રનથી આપી હાર, કુલદીપ યાદવની 4 વિકેટ

ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Sep 2023 10:53 PM
ભારતની મળી 8મી સફળતા

શ્રીલંકાને મેચ જીતવા 42 રન અને ભારતને 2 વિકેટની જરૂર છે. 41 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 8 વિકેટ પર 172 રન છે.  વેલાલેગા 42 રને રમતમાં છે.

જાડેજાએ અપાવ્યો બ્રેક થ્રૂ

શ્રીલંકાને મેચ જીતવા 52 રન અને ભારતને 3 વિકેટની જરૂર છે. 37.3 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 7 વિકેટ પર 162 રન છે.  જાડેજાએ ધનંજને 41 રનના સ્કોર પર ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સાતમી વિકેટ માટે તેણે 63 રનની પાર્ટનરશિપ કરી હતી.

શ્રીલંકાની અડધી ટીમ આઉટ

શ્રીલંકાને મેચ જીતવા 119 રન અને ભારતને 5 વિકેટની જરૂર છે. 24 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 5 વિકેટ પર 94 રન છે. ડી સિલ્વા 19 ને શનાકા 7 રને રમતમાં છે. કુલદીપ યાદવે તેના સ્પેલની બીજી વિકેટ લીધી.

શ્રીલંકાને ચોથો ફટકો

શ્રીલંકાને મેચ જીતવા 146 રન અને ભારતને 6 વિકેટની જરૂર છે. 18 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટ પર 69 રન છે.અસલંકા 22 અને ડી સિલ્વા 1 રને રમતમાં છે.

શ્રીલંકાને ચોથો ફટકો

શ્રીલંકાને મેચ જીતવા 146 રન અને ભારતને 6 વિકેટની જરૂર છે. 18 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટ પર 69 રન છે.અસલંકા 22 અને ડી સિલ્વા 1 રને રમતમાં છે.

શ્રીલંકાએ ગુમાવી ત્રીજી વિકેટ

શ્રીલંકાએ 10 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 39 રન બનાવી લીધા છે. અસલંકા 8 અને સમરવિક્રમા 8 રને રમતમાં છે. જસપ્રીત બુમરાહ મેદાન બહાર ગયો છે. તેણે 2 વિકેટ લીધી હતી. સિરાજને 1 સફળતા મળી હતી.

ભારતને મળી પ્રથમ સફળતા

ભારતે મેચ જીતવા આપેલા 214 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શ્રીલંકાએ 3 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 7 રન બનાવી લીધા છે. નિસાંકા 6 રન બનાવી બુમરાહની ઓવરમાં કેએલ રાહુલને કેચ આપી બેઠો હતો. કુસલ મેંડિસ અને કુરણારત્ને રમતમાં છે.

શ્રીલંકાને જીતવા 214 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. તેણે ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. દુનિથ વેલાલેગાએ 40 રનમાં 5 અને અસલંકાએ 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી.





મેચમાં વરસાદી વિઘ્ન, રમત અટકી 

વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો સ્કૉર 47 ઓવર બાદ 197/9 છે. અક્ષર પટેલ 29 બૉલમાં 15 રન અને મોહમ્મદ સિરાજ 13 બૉલમાં 2 રન સાથે રમી રહ્યો છે. આ મેચમાં શ્રીલંકાના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી. 52 રન બનાવનાર રોહિત ટીમનો બેસ્ટ સ્કૉરર છે. શ્રીલંકાના દુનિથ વેલ્લાલેગાએ 5 અને ચરિથ અસલંકાએ 4 વિકેટો ઝડપી હતી. જો વરસાદ બંધ થઇ જાય તો ટીમ ઈન્ડિયા છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવવા અને ભારતના સ્કૉરને 200 રનથી આગળ લઈ જવા ઈચ્છે છે.

અસલંકાએ બે બૉલમાં 2 વિકેટો ઝડપી 

શ્રીલંકાના સ્પિનરોએ ભારતની હાલત ખરાબ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની 9 વિકેટ 186ના સ્કૉર પર પડી ગઈ છે. પાર્ટ ટાઈમ સ્પિનર ​​ચરિથ અસલંકાએ બે બોલમાં 2 વિકેટો ઝડપી હતી. અસલંકાએ પહેલા બુમરાહને આઉટ કર્યો અને પછી કુલદીપ યાદવને આઉટ કર્યો. અસલંકાની આ ચોથી સફળતા છે.

રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને આઉટ 

ભારતીય ટીમની 7મી વિકેટ 178 રનના સ્કૉર પર પડી હતી. રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને આઉટ થયો હતો. ચરિથ અસલંકાએ તેને વિકેટકીપર કુશલ મેન્ડિસના હાથમાં ઝીલાવી દીધો હતો.

દુનિથ વેલ્લાલાગેએ ઝડપી 5 વિકેટ 

શ્રીલંકાના યુવા સ્પિનર ​​દુનિથ વેલ્લાલાગે કમાલ કર્યો છે, વેલ્લાલાગેએ 10 ઓવરમાં એક મેડન આપીને 40 રન આપીને 5 વિકેટો લીધી હતી. ભારતે તેની છઠ્ઠી વિકેટ 172 રનમાં ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 18 બૉલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યા 5 રન બનાવીને આઉટ 

ભારતની 6ઠ્ઠી વિકેટ 172 રનના સ્કૉર પર પડી હતી. હાર્દિક પંડ્યા 18 બૉલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. દુનિથ વેલ્લાલેગાએ તેને વિકેટકીપર કુસલ મેન્ડિસના હાથમાં ઝીલાવી દીધો હતો. આ મેચમાં આ તેનો છેલ્લો બૉલ હતો અને આ બૉલમાં વિકેટ લઈને તેણે મેચમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. વનડેમાં પ્રથમ વખત પાંચ વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે. હવે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ક્રિઝ પર છે. 37 ઓવર પછી ભારતનો સ્કૉર 174/6 છે.

ઈશાન કિશન 33 રન બનાવીને આઉટ  

ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ 35મી ઓવરમાં 170ના સ્કૉર સાથે પડી હતી. ઈશાન કિશન 61 બૉલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવીને આઉટ થયો હતો. અસલંકાએ ઈશાનને પેવેલિયન મોકલ્યો હતો. હવે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.

32 બાદ ટીમ ઇન્ડિયા 

32 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કૉર 4 વિકેટે 165 રન છે. 32મી ઓવરમાં ઈશાન કિશને વેલ્લાલેગાના બોલ પર આગળની બાજુએ શાનદાર સિક્સર ફટકારી હતી. ઈશાન હવે 57 બૉલમાં 31 રન સુધી પહોંચી ગયો છે. તેની સાથે હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે.

કેએલ રાહુલ 39 રન બનાવીને આઉટ

30મી ઓવરના છેલ્લા બૉલે ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ 44 બૉલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલને પણ દુનિથ વેલ્લાલેગેએ આઉટ કર્યો હતો. આ તેની ચોથી સફળતા છે.

ભારતનો સ્કૉર 100 રનને પાર 

26 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટ પર 131 પર પહોંચ્યો છે, કેએલ રાહુલ 28 બૉલમાં 20 અને ઇશાન કિશન 43 બૉલમાં 19 પર રમી રહ્યાં છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 65 બૉલમાં 40 રનોની પાર્ટનરશીપ થઇ ચૂકી છે.  

ઇશાન કિશન અને કેએલ રાહુલે સંભાળ્યો મોરચો

કેએલ રાહુલ અને ઈશાન કિશને ભારતની લથડતી ઇનિંગ્સને સંભાળી લીધી છે. રાહુલ 15 બૉલમાં 10 અને ઈશાન 38 બૉલમાં 16 રને રમી રહ્યો છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 47 બૉલમાં 27 રનની ભાગીદારી છે.

ઇશાન કિશન અને કેએલ રાહુલે સંભાળ્યો મોરચો

કેએલ રાહુલ અને ઈશાન કિશને ભારતની લથડતી ઇનિંગ્સને સંભાળી લીધી છે. રાહુલ 15 બૉલમાં 10 અને ઈશાન 38 બૉલમાં 16 રને રમી રહ્યો છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 47 બૉલમાં 27 રનની ભાગીદારી છે.

કેપ્ટન રોહિત ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ 

ટીમ ઈન્ડિયાએ 16મી ઓવરમાં 91 રનના સ્કૉર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 48 બૉલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતને પણ દુનિથ વેલ્લાલેગેએ આઉટ કર્યો હતો. વેલ્લાલેગેની આ ત્રીજી સફળતા છે.

ભારતને મોટો ઝટકો, કોહલી આઉટ 

ટીમ ઈન્ડિયાને 14મી ઓવરમાં 90ના સ્કૉર પર મોટો ઝટકો લાગ્યો, 24 કલાક પહેલા પાકિસ્તાન સામે સદી ફટકારનાર વિરાટ કોહલી આજે 12 બૉલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને દિમુથ વેલ્લાલાગેએ આઉટ કર્યો હતો. આ તેની બીજી સફળતા છે.

શુભમન ગીલ આઉટ

ભારતની પ્રથમ વિકેટ 12મી ઓવરમાં 80ના સ્કૉર પર પડી, શુભમન ગીલ 25 બૉલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગીલને દનિથ વેલાલેજે આઉટ કર્યો હતો. હવે રોહિત અને કોહલી ક્રિઝ પર છે.

10 ઓવર બાદ ટીમ ઇન્ડિયા 

ભારતીય ટીમે પાવરપ્લેમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 65 રન થઈ ગયો છે. રોહિત શર્મા 37 બૉલમાં 39 રન અને શુભમન ગીલ 23 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.

રોહિત શર્માએ પુરા કર્યા 10000 રન  

રોહિત શર્માએ શ્રીલંકા સામે ઈતિહાસ રચ્યો હતો. રોહિતે 22 રન બનાવીને વનડેમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. રોહિતે વનડેમાં માત્ર 241 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા. 8 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 44 રન છે.

5 ઓવર બાદ ટીમ ઇન્ડિયા 

ભારતીય ટીમ બેક ટૂ બેક ડેમાં મેદાન પર ઉતરી છે, ગઇકાલે રિઝર્વ ડે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે શ્રીલંકા મેદાનમાં ઉતરી છે. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર કોઈ પણ વિકેટ વિના 25 રન છે. શુભમન ગીલ 10 બૉલમાં 12 અને રોહિત શર્મા 20 બૉલમાં 12 રને રમી રહ્યો છે.

રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગમાં

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરવા આવ્યા છે. રોહિતે પહેલી જ ઓવરમાં શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. એક ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર કોઈ વિકેટ વિના 7 રન થઈ ગયો છે. રોહિત પાંચ 5 રન પર અને ગિલ 2 રન પર રમી રહ્યો છે.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન 

શ્રીલંકા પ્લેઈંગ 11: - પથુમ નિસંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ મિક્ષણા, કસુન રાજીથા, માથીશા પથિર.

ભારતની પ્લેઇંગ-11માં એક ફેરફાર

ભારતની પ્લેઈંગ 11: - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.

ભારતે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરશે

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ત્રણ સ્પિનરો સાથે રમવાનો નિર્ણય કર્યો છે. અક્ષર પટેલને એશિયા કપમાં રમવાની તક મળી છે.

વિરાટ કોહલી મેદાનમાં પહોંચ્યો

વિરાટ કોહલી મેદાનમાં પહોંચી ગયો છે. વિરાટ કોહલી મેદાન પર પહોંચનાર પ્રથમ ખેલાડી છે. મેદાન પર પહોંચ્યા બાદ વિરાટ કોહલી સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિરાટ કોહલીની ફિટનેસ શાનદાર છે.

કોલંબોમાં હવામાન ચોખ્ખુ થયું

કોલંબોમાં હવામાન એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ દેખાઇ રહ્યું છે. કોલંબોમાં ગઈ રાતથી વરસાદ પડ્યો નથી. સવારથી જ તડકો છે. જોકે બપોર બાદ વરસાદની સંભાવના છે.

ભારત શ્રીલંકાને હરાવવા પ્રયાસ કરશે

આજે ભારતીય ટીમ બેક ટૂ બેક મેદાનમાં ઉતરી છે. ગઇકાલે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકન ટીમ સામે થઇ રહી છે. ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે, જ્યાં હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પણ ભારતનું ફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત બની જશે. ભારતીય ટીમ અત્યારે 1 મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. શ્રીલંકા અને પાકિસ્તાનના 2-2 પોઈન્ટ છે. શ્રીલંકા નંબર-2 પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશનું ખાતું હજુ ખોલાયું નથી.

આજે હવામાન કેવું રહેશે ?

કોલંબોમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદે રમતને ઘણી બગાડી હતી. આ મેચ રિઝર્વ ડે સુધી ખેંચાઈ અને પરિણામ 2 દિવસમાં આવી ગયું. ભારત અને શ્રીલંકા મેચમાં કોઈ રિઝર્વ ડે નથી. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ 1-1 પોઇન્ટ વહેંચવો પડશે. Accuweather ના હવામાન અહેવાલ વિશે વાત કરીએ તો, 2 થી 4 વાગ્યા સુધી વરસાદની શક્યતા ઓછી છે. સાંજે 4 થી 7 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા સુધી છે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સતત વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે શ્રીલંકા સામે ટક્કર 

ભારતીય ટીમે હવે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ શ્રીલંકાનો સામનો કરવાનો છે. શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડની તેની અગાઉની મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને પણ હરાવ્યું હતું. હવે આવી સ્થિતિમાં બંને ટીમો આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દેશે. આ પછી શ્રીલંકાનો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે જ્યારે ભારતનો મુકાબલો 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે.


 

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત -

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી એશિયા કપ-2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી ખરાબ રીતે હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની વનડેમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. રિઝર્વ ડે સુધી ચાલેલી આ મેચમાં ભારતે વિરાટ કોહલી (અણનમ 122) અને કેએલ રાહુલ (111 અણનમ)ની સદીના આધારે 2 વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup 2023, IND Vs SL Live Updates: આજે ભારતીય ટીમ બેક ટૂ બેક મેદાનમાં ઉતરી છે. ગઇકાલે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકન ટીમ સામે થઇ રહી છે. ભારતીય ટીમે એશિયા કપ (એશિયા કપ-2023) ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને વિજય સાથે શરૂઆત કરી હતી. આજે પણ મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે, જ્યાં હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.