Asia Cup 2023 Final: એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે (17 સપ્ટેમ્બર) કોલંબોમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ મેચનો અસલી હીરો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હતો, જેણે એકલા હાથે શ્રીલંકાની 6 વિકેટે લઈને ભારતીય ટીમ વિજય અપાવવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.


 




સિરાજને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. પરંતુ આ દરમિયાન તેણે બધાના દિલ પણ જીતી લીધા હતા. સિરાજે તેના પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અને ઈનામની રકમ ગ્રાઉન્ડ સ્ટાફને આપવાની જાહેરાત કરી દીધી હતી. સિરાજે કહ્યું કે આ બધાએ ઘણી મહેનત કરી છે. આ ખિતાબના વાસ્તવિક  હકદાર ગ્રાઉન્ડ સ્ટાફ છે. જો તેઓએ આટલી મહેનત ન કરી હોત તો આ ફાઈનલ ન રમાઈ શકી હોત.


સિરાજે 4 લાખ રૂપિયા ગ્રાઉન્ટ સ્ટાફને આપ્યા


તમને જણાવી દઈએ કે સિરાજને પ્લેયર ઓફ ધ મેચની સાથે ઈનામ તરીકે 5 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા) મળ્યા હતા. સિરાજે તેની ઈનામની રકમ ગ્રાઉન્ડ સ્ટાફને દાનમાં આપી હતી. આ એવોર્ડ મેળવતી વખતે સિરાજે કહ્યું- હું માનું છું કે તેઓ (ગ્રાઉન્ડ સ્ટાફ) આ એવોર્ડના વાસ્તવિક હકદાર છે. તેમની મહેનત વિના આ ટુર્નામેન્ટ શક્ય ન બની હોત.


ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરને 42 લાખ રૂપિયા મળશે


 




તમને જણાવી દઈએ કે એશિયા કપ દરમિયાન શ્રીલંકામાં રમાયેલી ઘણી મેચોમાં વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં મેદાન અને પિચને રમવા યોગ્ય બનાવવામાં ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામ લોકોને 42 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે જય શાહે એક પોસ્ટ પોસ્ટ કરી, "એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) કોલંબો અને કેન્ડીના ગ્રાઉન્ડસમેન માટે US$ 50,000 (42 લાખ ભારતીય રૂપિયા) ની ઈનામની રકમની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને અવિસ્મરણીય બનાવ્યો.