BCCI On Jay Shah Pakistan Visit: કરોડો ક્રિકેટ ચાહકોની નજર એશિયા કપ પર મંડરાયેલી છે. સૌકોઈ એશિયા કપ 2023ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દાને લઈને ડરબનમાં આઈસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ચર્ચા થશે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા વડા ઝકા અશરફે હવે એશિયા કપના હાઇબ્રિડ મોડલ માટે પોતાની સંમતિ આપી દીધી છે. 


દરમિયાન, પાકિસ્તાની મીડિયામાં આ બેઠક બાદ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, BCCI સેક્રેટરી જય શાહ એશિયા કપની મેચો માટે પાકિસ્તાનની મુલાકાત લેશે.


જો કે પાકિસ્તાની મીડિયામાં સામે આવેલા આ અહેવાલોને લઈને બીસીસીઆઈએ જાતે જ સામે ચાલીને ખુલાસો કર્યો છે. આ અહેવાલોને અફવા ગણાવતા BCCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એશિયા કપ દરમિયાન ન તો ભારતીય ટીમ પાકિસ્તાનની મુલાકાત લેશે અને ન તો સેક્રેટરી જય શાહ પાકિસ્તાન જશે. આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે આ સમગ્ર મામલામાં નિવેદન આપતા કહ્યું હતું કે, આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી. ભારતીય ટીમ કે અમારા સેક્રેટરી એમ બંન્નેમાંથી કોઈ જ પાકિસ્તાન નહીં જાય. માત્ર એશિયા કપનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે.


અરુણ ધૂમલે એશિયા કપને લઈને આ મીટિંગ વિશે જણાવ્યું હતું કે, બીસીસીઆઈ સેક્રેટરીએ પીસીબી ચીફ ઝકા અશરફ સાથે મુલાકાત કરી અને એશિયા કપનું શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ વિશે અગાઉ ચર્ચા કરવામાં આવી હતી, તે જ વાત ચાલુ છે. લીગ રાઉન્ડની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે 9 મેચ શ્રીલંકામાં રમાશે.


પાકિસ્તાન પાસે હોસ્ટિંગ અધિકારો


આગામી એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ દરમિયાન પાકિસ્તાન પોતાના દેશમાં માત્ર 1 મેચ રમી શકશે, જે નેપાળ સામે રમી શકે છે. આ ઉપરાંત અન્ય 3 મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા અને શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે.


જાહેર છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ પર એશિયા કપ અને વર્લ્ડકપને લઈને દબાણ સર્જી રહ્યું છે. પાકિસ્તાન સરકાર જો ભારતની ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ના આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં નહીં આવે તેવું વાજુ વગાડી રહી છે.  


https://t.me/abpasmitaofficial