Najam Sethi on Jay Shah: એશિયન ક્રિકેટ કાઉન્સિલે 5 જાન્યુઆરીએ પોતાનું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે, આ શિડ્યૂલમાં એશિયા કપનું આયોજન પણ સામેલ છે. એશિયા કપના શિડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં છે. એશિયા કપના શિડ્યૂલ જાહેર થયા બાદથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ પર આરોપ લગાવ્યો છે કે તે અમારા ઇ-મેઇલનો જવાબ નથી આપી રહ્યાં. 


ઇ-મેઇલનો જવાબ નથી આપી રહ્યાં - 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ પર આરોપ લગાવતા કહ્યું કે, અમે અમારા તરફથી બે ત્રણ વાર કોશિશ કરી છે, અમારા જુના સીઇઓ ફેજલ હસનેને પણ ઇમેલ કર્યો. મે વિચાર્યુ કે જો તે દુબઇમાં હશે તો ત્યાં જઇને તેમની મુલાકાત કરી લઇશ. જોકે, આ ખુબ દુઃખની વાત છે કે, તેમના તરફથી કોઇપણ પ્રકારનો જવાબ નથી આવ્યો. મેઇલ મોકલ્યા બાદ અમને તેમનો જવાબ મળવો જોઇતો હતો. મારી અનુરાગ ઠાકુર સહિત અન્ય બીસીસીઆઇ અધિકારીઓ સાથે સારી દોસ્તી છે. 


એશિયન ક્રિકેટ કેલેન્ડરને લઇને પણ ભડક્યા નજમ સેઠી - 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ નજમ સેઠી એશિયન ક્રિકેટના કેલેન્ડરને જાહેર કરવાને લઇને પણ ભડક્યા છે, અને તેમને આને લઇને જય શાહ પર નિશાન સાધ્યુ છે. ખરેખરમાં, જય શાહે તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલનું કેલેન્ડર જાહેર કર્યુ હતુ. આને લઇને પીસીબી ચીફે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, તે હવે પીએસએલના શિડ્યૂલની પણ જાહેરાત કરી દે. નજમ સેઠીએ જય શાહ પર આ નિશાન પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી સાધ્યુ છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપની યજમાનીને લઇને ભારત અને પાકિસ્તાનમાં આ જંગ જામ્યો છે. 


 


Asia Cup 2023, IND vs PAK : સપ્ટેમ્બરમાં ફરી થશે એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો મુકાબલો, જાણો એશિયા કપમાં કયા ગ્રુપમાં છે કઈ ટીમો


IND vs PAK: એશિયા કપ 2023 માટે ગ્રુપ સ્ટેજની યાદી જાહેર કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરમાં ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે. છેલ્લી વખત બંને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડ કપમાં મળ્યા હતા. ત્યારપછી ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી જે છેલ્લા બોલ સુધી પહોંચી હતી. એશિયા કપની વાત કરીએ તો ગયા વર્ષે બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી. ભારતે પ્રથમ મેચ જીતી હતી અને બીજી મેચ પાકિસ્તાને જીતી હતી. ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. આ સાથે જ શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું.


એશિયા કપ આ વખતે પાકિસ્તાનમાં રમાવાનો છે. જોકે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહે ગયા વર્ષે કહ્યું હતું કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાશે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેમના નિવેદનનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી એ નક્કી નથી થયું કે ટૂર્નામેન્ટ ક્યાં રમાશે. અત્યારે પાકિસ્તાન સત્તાવાર યજમાન છે.


આ વખતે ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં યોજાશે


એશિયા કપ છેલ્લે T20 ફોર્મેટમાં યોજાયો હતો. 2016માં પણ આવું જ બન્યું હતું. આ બંને વર્ષો T20 વર્લ્ડ કપને કારણે થયું. આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તે તેના મૂળ ફોર્મેટ (ODI)માં રમાશે. સ્પર્ધાની 16મી આવૃત્તિમાં સુપર 4 સ્ટેજ અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.