IND vs SL: એશિયા કપ 2022માં આજે ફરી એકવાર ભારતીય ટીમ માટે કપરાં ચઢાણ છે, આજની મેચ રોહિત સેના માટે કરો યા મરોની સ્થિતિમાં આવી ગઇ છે, જો આજે શ્રીલંકા સામેની મેચ ભારતીય ટીમ હારી જાય છે, તો આગામી મેચોમાં ભારતીય ટીમને અન્ય ટીમો પર આધાર રાખવો પડી શકે છે. આવી સ્થિતિમાં લગભગ ભારતીય ટીમ એશિયા કપમાંથી બહાર થઇ જશે. પાકિસ્તાન સામે મળેલી 5 વિકેટથી કારમી હાર બાદ આજે ટીમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી મોટો પડકાર બન્યો છે. 


આજની શ્રીલંકા સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડે બહુજ મહેનતથી ટીમ પસંદગી કરવી પડશે. ટીમ મેનેજમેન્ટનુ માનવુ છે કે, ખેલાડી મેદાન પર કેઝ્યૂઅલ એપ્રૉચ બતાવે. ટીમમાં આજે બે સ્ટાર ખેલાડીઓને બહાર રાખવામાં આવી શકે છે, આ કડીમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ સામેલ છે.
   
ઋષભ પંત પર ભડક્યા દિગ્ગજો - 
પૂર્વ ક્રિકેટ ગૌતમ ગંભીર અને વસીમ અકરમે પાકિસ્તાન સામેની મેચમાં ઋષભ પંતના શૉટ સિલેક્ટશન પર સવાલો ઉઠાવ્યા છે. સુપર 4 જેવી મહત્વની મેચમાં પંતે બેદરકારીભર્યો શૉટ ફટકારીને બેકવર્ક પૉઇન્ટ પર કેચ આપી દીધો હતો. મેચ બાદ આ શૉટની ખુબ ચર્ચા થઇ હતી અને પંતની ટીમમાંથી બહાર રાખવા પર વિચાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામે પંત 12 બૉલમાં માત્ર 14 રન જ બનાવ્યા હતા. 


ટીમમાં થશે આ મોટા ફેરફાર - 
પાકિસ્તાન સામે મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયામાં ફેરફારની શક્યતા વધી ગઇ છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં સંભાવના છે કે, ફરી એકવાર ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકની વાપસી થશે. આ ઉપરાંત ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનારા બૉલર યુજવેન્દ્ર ચહલને પણ આજની મેચમાંથી પડતો મુકવામાં આવશે. યુજેવન્દ્ર ચહલની જગ્યાએ રવીન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટમાં આવેલા અક્ષર પટેલને ટીમમાં એન્ટ્રી મળી શકે છે. જોકે, આ બધાની વચ્ચે ડ્રૉપ કેચના કારણે ચર્ચામા આવેલા અર્શદીપ સિંહને આજે પણ ટીમમાં સ્થાન મળવાનુ લગભગ પાક્કુ છે. 


શ્રીલંકા સામે આજની ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઇ.


આ પણ વાંચો...........


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા


India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ


Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા


Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?