ઉલ્લેખનીય છે કે, Asia XI vs World XI ટીમ વચ્ચે બે ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જે બીસીબી બાંગ્લાદેશના સંસ્થાપક શેજ મુજિબર રહેમાનની જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં રમાવવાની છે. આ મેચો 18 અને 21 માર્ચે રમાશે, અને આઇસીસીએ આ મેચોને ઇન્ટરનેશનલ ટી20 મેચોનો દરજ્જો આપ્યો છે.
બીસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલી એશિયા ઇલેવન ટીમમાં ભારતમાંથી વિરાટ કોહલી, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે.
એશિયા XI ટીમ:-
કેએલ રાહુલ (એક મેચ માટે), શિખર ધવન, તમીમ ઇકબાલ, વિરાટ કોહલી (એક મેચ માટે અને રમવુ તેની ઉપબલ્ધતા પર નિર્ભર), લિટન દાસ, ઋષભ પંત, મુશ્ફિકુર રહીમ, થિસારા પરેરા, રાશિદ ખાન, મુસ્તાફિઝૂર રહેમાન, સંદીપ લામિછાને, લસિથ મંલિગા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, મુજિબ ઉર રહેમાન.
વર્લ્ડ XI ટીમ:-
એલેક્સ હેલ્સ, ક્રિસ ગેલ, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), નિકોલસ પૂરન, રૉસ ટેલર, જૉની બેયરર્સ્ટો, કિરોન પોલાર્ડ, આદિલ રશીદ, શેલ્ડન કૉટરેલ, લુંગી એનગીડી, એન્ડ્ર્યૂ ટાઇ, મિસેલ મેક્લાગન.