AUS vs SL Head To Head: આઇસીસી વર્લ્ડકપમાં આજે બપોરે 2 વાગ્યે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચે આ 103મી વનડે મેચ હશે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 63 મેચ જીતી છે. તો બીજીબાજુ શ્રીલંકાને 35 મેચમાં જીત મળી છે. 4 મેચો પણ અનિર્ણિત રહી છે. આજની મેચ પહેલા ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા હેડ ટૂ હેડ મેચના 10 ખાસ આંકડા જાણો...
હેડ ટૂ હેડ રેકોર્ડ -
1. હાઈએસ્ટ ટીમ સ્કૉરઃ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ 8 માર્ચ 2015ના રોજ રમાયેલી સિડની વનડેમાં શ્રીલંકા સામે 9 વિકેટ ગુમાવીને 376 રન બનાવ્યા હતા.
2. સૌથી ઓછો ટીમ સ્કૉરઃ ઓસ્ટ્રેલિયા આ શરમજનક રેકોર્ડમાં નંબર વન પર છે. 18 જાન્યુઆરી, 2013ના રોજ બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 74 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
3. સૌથી મોટી જીતઃ અહીં પણ ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ 28 જાન્યુઆરી 1985ના રોજ એડિલેડ વનડેમાં શ્રીલંકા ટીમને 232 રને હરાવ્યું હતું.
4. સૌથી રોમાંચક વિજય: 22 ફેબ્રુઆરી 2004ના રોજ શ્રીલંકાએ દામ્બુલા વનડેમાં ઓસ્ટ્રેલિયાને એક રનથી હરાવ્યું.
5. સૌથી વધુ રન: બંને ટીમો વચ્ચેની હેડ ટૂ હેડ મેચમાં સૌથી વધુ રન શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સંગાકારાના નામે નોંધાયેલા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 1675 રન બનાવ્યા છે.
6. શ્રેષ્ઠ ઇનિંગઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નરે 4 માર્ચ 2012ના રોજ બ્રિસ્બેનમાં રમાયેલી વનડેમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા.
7. સૌથી વધુ સદીઃ આ રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે છે. ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે 6 સદી ફટકારી છે.
8. સૌથી વધુ છગ્ગાઃ અહીં પણ એડમ ગિલક્રિસ્ટ નંબર-1 છે. તેણે શ્રીલંકા સામે 36 સિક્સર ફટકારી છે.
9. સૌથી વધુ વિકેટઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બૉલર લસિથ મલિંગા અને મુરલીધરન અહીં પ્રથમ સ્થાને છે. આ બંને બૉલરોએ ઓસ્ટ્રેલિયા સામે 48-48 વિકેટ લીધી છે.
10. શ્રેષ્ઠ બૉલિંગ ઇનિંગ્સઃ ઓસ્ટ્રેલિયાના મિશેલ જોન્સને 10 ઓગસ્ટ 2011ના રોજ પલ્લીકલમાં રમાયેલી મેચમાં શ્રીલંકા સામે 31 રન આપીને 6 વિકેટ લીધી હતી.
જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
શ્રીલંકાની વાત કરીએ તો તેનો કેપ્ટન દાસુન શનાકા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. તેના સ્થાને ચમિકા કરુણારત્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે,આ સિવાય યુવા ફાસ્ટ બોલર મથિશા પથિરાનાને પણ જમણા ખભામાં સમસ્યા છે. આવી સ્થિતિમાં તે રમશે તે નિશ્ચિત નથી.
શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન, વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહીશ થીક્ષાના, કાસુન રાજિથા, દિલશાન મદુશંકા