VIDEO: વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમને તેના જ ઘરઆંગણે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બ્રિસબેન ટેસ્ટ મેચના ચોથા દિવસે 216 રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ બીજા દાવમાં માત્ર 207 રન જ બનાવી શકી હતી. શમર જોસેફે કાંગારૂ ટીમ સામે 7 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની જીતની સ્ટૉરી લખી હતી. આ ઐતિહાસિક જીત બાદ કૉમેન્ટ્રી કરી રહેલા મહાન બેટ્સમેન બ્રાયન લારા રડી પડ્યા હતા. બ્રાયન લારા કૉમેન્ટ્રી બૉક્સમાં જીત બાદ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો હતો. આનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયા સામે પિંક બૉલ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. બ્રિસબેન ટેસ્ટ મેચના ચોથા દિવસે કાંગારૂ ટીમે માત્ર 207 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ખરાબ શરૂઆત બાદ 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 289 રનમાં 9 વિકેટ ગુમાવીને દાવ ડિકલેર કર્યો હતો. બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 193 રન જ બનાવી શકી અને યજમાન ટીમને 216 રનનો લક્ષ્યાંક આપ્યો. ટીમને આ હાંસલ કરવા માટે સખત પરસેવો પાડવો પડ્યો હતો. શમર જોસેફે 7 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની હાર પર મહોર મારી હતી અને સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ હતી.






કૉમેન્ટ્રી દરમિયાન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો બ્રાયન લારા - 
વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીત્યાને 27 વર્ષ થઈ ગયા છે. આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા મહાન બેટ્સમેન બ્રાયન લારા પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું કે 27 વર્ષનો લાંબો સમય લાગ્યો જ્યારે અમે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવામાં સફળ થયા. આ એક એવી ક્ષણ છે જ્યારે ઓછી અનુભવી યુવા ટીમે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું છે. લોકો આ જીતને લાંબા સમય સુધી યાદ રાખશે.


ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે બ્રાયન લારાએ શાંત પાડ્યો - 
ટીમની ઐતિહાસિક જીત પર બોલતી વખતે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ભાવુક થઈ ગયો હતો અને ગૂંગળાવી ગયો હતો ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં તેને સપોર્ટ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે તેની સંભાળ લીધી હતી. તેણે તેને ગળે લગાડીને તેની જીત પર અભિનંદન પાઠવ્યા અને તેને સારું લાગ્યું.


 






--