India Women vs Australia Women: મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. બેથ મૂનીએ ઓસ્ટ્રેલિયા માટે શાનદાર ઈનિંગ રમી.  તેણે 16 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ 29 બોલનો સામનો કર્યો અને અણનમ 40 રન બનાવ્યા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ભારત માટે દીપ્તિ શર્માએ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 36 રન બનાવ્યા હતા.


ભારતીય મહિલા ટીમે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 18.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બેથ મૂનીએ ટીમ માટે ધમાલ મચાવી હતી. તેણે 57 બોલનો સામનો કરીને અણનમ 89 રન બનાવ્યા હતા. મૂનીએ 16 ચોગ્ગા ફટકાર્યા હતા. તાહિલાએ 29 બોલનો સામનો કર્યો અને અણનમ 40 રન બનાવ્યા. તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન એલિસા હીલીએ 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.


ટીમ ઈન્ડિયા તરફથી દેવિકા વૈદ્યએ એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. દીપ્તિ શર્માએ 2.1 ઓવરમાં 20 રન આપ્યા હતા. રાધા યાદવે 3 ઓવરમાં 28 રન આપ્યા હતા.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. આ દરમિયાન દીપ્તિ શર્માએ 15 બોલનો સામનો કરીને અણનમ 36 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. રિચા ઘોષે 20 બોલમાં 36 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. દેવિકા વૈદ્યએ 24 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 21 રન બનાવ્યા હતા. તેણે 10 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. 


IND vs BAN 3rd ODI: છેલ્લી વનડે માટે ટીમ ઇન્ડિયાએ સ્ક્વૉડમાં કર્યો ફેરફાર, કુલદીપને મળ્યો મોકો

 


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ બે મેચો જીતીને બાંગ્લાદેશે સીરીઝ પર પોતાનો કબજો જમાવી દીધો છે. હવે આગામી ત્રીજી અને અંતિમ વનડે મેચા શનિવારે 10 ડિસેમ્બર રમાશે, પરંતુ આ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાની સ્ક્વૉડમાં મોટો ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં ઇજા પહોંચતા તે ઇજાગ્રસ્ત થયો હતો, અને હવે તે ત્રીજી વનડે માટે અનઉપલબ્ધ છે. 


બાંગ્લાદેશ સામેની સીરીઝની ત્રીજી વનડેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. 


બીસીસીઆઇએ જાણકારી આપી છે કે, ત્રીજી વનડે માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમા ફેરફાર કરવામા આવ્યો છે, ત્રીજી વનડેમાં અનુભવી સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. આથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવાની સંભાવના વધી ગઇ છે.


ભારતના સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને બાંગ્લાદેશ વિરુદ્ધની ત્રીજી વનડે માટે સ્ક્વૉડમાં સામેલ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ સીરીઝનો પણ ભાગ છે. જો કુલદીપને ટેસ્ટ મેચ પહેલા છેલ્લી વનડેમાં મોકો મળશે તો તેને ટેસ્ટ માટે લયમાં આવવા માટે પ્રેક્ટિસ મળી શકે છે.