કેનબરાઃ ક્રિકેટમાં માનસિક દબાણ અને બિમારીના કિસ્સા વધી રહ્યાં છે, તાજેતરમાં જ માનસિક બિમારીના કારણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ક્રિકેટથી દુર થયો છે, ત્યાં હવે વધુ એક ક્રિકેટર આ બિમારીનો શિકાર બન્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિલ પોકોવસ્કીને માનસિક બિમારી થઇ છે. સતત ક્રિકેટ રમવાના કારણે ક્રિકેટર માનસિક રીતે બિમારી થઇ ગયો છે અને હવે તેને ક્રિકેટમાંથી થોડાક સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.



ઓસ્ટ્રેલિયન મીડિયા પ્રમાણે, 21 વર્ષીય વિલ પોકોવસ્કીએ જાતેજ સિલેક્ટરોને ટીમમાંથી બહાર કરવાનુ કહી દીધુ છે. ખાસ વાત એ છે કે, પોકોવસ્કી એક ઘાતક બેટ્સમેન છે અને બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ પણ કરવાનો હતો.



પોકોવસ્કીને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી પ્રથમ ટેસ્ટમાં 12 ખેલાડીઓમાં જગ્યા મળી હતી, અને માનવામાં આવતુ હતુ કે પોકોવસ્કી પાકિસ્તાન સામે બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. પણ માનસિક બિમારી અને દબાણના કારણે તે અચાનક ક્રિકેટથી દુર થઇ ગયો છે.



ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પણ માનસિક બિમારીનો હવાનો આપીને ક્રિકેટમાંથી બ્રેક લઇ લીધો છે.