ભારતીય ફાસ્ટ બોલર શિખા પાંડેના ઈનસ્વિંગની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.  ક્વીંસલેન્ડમાં શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા ક્રિકેટના T-20 મુકાબલામાં ભારતીય ઝડપી બોલર શિખા પાંડેએ એક એવો બોલ ફેંક્યો કે જે ક્રિકેટરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.  આ બોલને મહિલા ક્રિકેટનો 'બોલ ઓફ ધ સેન્ચૂરી' ગણવામાં આવી રહ્યો છે. બીજી T-20માં ભારતે 20 ઓવરોમાં 9 વિકેટ પર 118 રન બનાવીને યજમાન દેશને 119 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે, ઓસ્ટ્રેલિયાએ આ મેચને ચાર વિકેટથી જીતી લીધી હતી. ફાસ્ટ બોલર શિખા પાંડેની આ ડિલિવરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.


ભારતની ઈનિંગ્સ પૂરી થયા પછી જ્યારે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ શરુ થઈ ત્યારે પહેલી ઓવરના બીજા જ બોલ પર ઓસ્ટ્રેલિયાઈ ઓપનર એલિસા હીલીની એવી વિકેટ ખેરવી કે બેટરને પણ ભરોસો ન થયો કે તે આઉટ છે. બોલ એવી રીતે અંદરની તરફ આવ્યો કે લોકો તે બોલને બોલ ઓફ ધ સેન્ચૂરી ગણાવી રહ્યા છે.



દરમિયાન, ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે શિખા પાંડેની ડિલિવરીને  'બોલ ઓફ ધ સેન્ચૂરી' ગણાવ્યો હતો. 


7 ઓક્ટોબરે રમાયેલી બંને ટીમો વચ્ચેની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 15.2 ઓવરમાં 4 વિકેટે 131 રન કર્યા હતા. ત્યાર બાદ વરસાદને કારણે રમત રમી શકાઈ ન હતી.


શિખર ધવને આઈપીએલમાં મેળવી વધુ એક સિદ્ધી


દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ વર્ષની IPL માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ધવનની બેટિંગએ ટીમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ જવામાં ઘણો ફાળો આપ્યો છે. દિલ્હીની ટીમ ભલે ગઈકાલે RCB સામેની મેચ હારી ગઈ હોય પરંતુ ધવને અહીં પણ શાનદાર ઈનિંગ રમી અને પૃથ્વી શો સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી. આ ઇનિંગ દરમિયાન ધવને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દિલ્હીની ટીમ તરફથી રમતી વખતે તેણે IPL માં તેના 2000 રન પૂરા કર્યા છે. ધવન ફ્રેન્ચાઇઝીમાં આવું કરનારો ચોથો બેટ્સમેન છે.



ગબ્બર તરીકે જાણીતા શિખર ધવને ગઈ કાલે બેંગ્લોર સામે 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે પૃથ્વી શો સાથે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. આ સાથે તેણે આઈપીએલમાં દિલ્હી માટે પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે.